મુંબઈઃ વૈશ્વિક માર્કેટમાં મિશ્ર સંકેતને પગલે આજે ભારતીય શેરબજારમાં ફીકી શરૂઆત થઈ હતી. ઓલઓવર માર્કેટમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો અને બીએસઈ લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 821.62 કરોડ રૂપિયા ઘટાડો થયો છે. ભારતીય શેરબજારમાં સપાટ શરૂઆત બાદ બજારે વેગ પકડ્યો હતો, પરંતુ પછી વેચવાલી શરૂ થઈ હતી. સપાટ શરૂઆત પછી, શરૂઆતના કારોબારમાં 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 122.61 પોઈન્ટ વધીને 71,551.04 પર પહોંચ્યો હતો. નિફ્ટી 45.45 પોઈન્ટ વધીને 21,763.40 પર પહોંચ્યો હતો. સવારે 10:12 વાગ્યે, સેન્સેક્સ 99.81 (0.13%) પોઈન્ટના વધારા સાથે 71,530.12 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટી 14.35 (0.07%) પોઈન્ટના વધારા સાથે 21,732.30 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
સેન્સેક્સ કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, વિપ્રો, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક અને ટેક મહિન્દ્રાના શેરમાં સૌથી વધુ વધારો થયો હતો. ભારતી એરટેલ, મારુતિ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઈન્ફોસિસ, એચડીએફસી બેંક અને કોટક મહિન્દ્રા બેંકના શેરને નુકસાન થયું હતું. અન્ય એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ લાભમાં હતો, જ્યારે હોંગકોંગનો હેંગસેંગ નુકસાનમાં હતો. ગુરુવારે યુએસ બજારો સકારાત્મક નોંધ પર બંધ થયા હતા. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ ગુરુવારે રૂ. 4,933.78 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.
(Photo-File)