Site icon Revoi.in

મોસ્કોથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બની માહિતી મળતા હડકંપ,દિલ્હી એરપોર્ટ પર મુસાફરોને સુરક્ષિત નીચે ઉતારાયા

Social Share

દિલ્હી:મોસ્કોથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતાં અફરાતફરી ફેલાઈ જવા પામી છે.ફ્લાઇટ સવારે 3.20 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. આ પછી તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બરને નીચે ઉતારવામાં આવ્યા હતા. આ પછી ફ્લાઈટની તપાસ કરવામાં આવી.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર મોસ્કોથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણ થઈ હતી. આ પછી ફ્લાઈટ સવારે 3.20 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા હતા.સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.

આ પહેલા ઈરાનથી ચીન જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાના અહેવાલ હતા. આ પછી, પેસેન્જર એરક્રાફ્ટના પાઇલટ્સનો દિલ્હી એટીસી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો અને વિમાનને લેન્ડ કરવાની મંજૂરી માંગવામાં આવી. જોકે, ભારતીય પક્ષને જયપુર અને ચંદીગઢમાં એરક્રાફ્ટ લેન્ડ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. પરંતુ પાયલટોએ પ્લેનને લેન્ડ કરવાની ના પાડી દીધી હતી. આ પછી પ્લેન લગભગ 45 મિનિટ સુધી ભારતની ઉપર ઉડતું રહ્યું.