Site icon Revoi.in

ઈસ્કોન સર્કલથી એરપોર્ટ સુધી ‘ઉડાન બસ’ સેવાનો આવતી કાલથી થશે આરંભ – અનેક સુવિધાથી સજ્જ ઈલેક્ટ્રિક BRTS બસ દોડાવાશે

Social Share

અમદાવાદઃ- ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં સામાન્ય મુસાફરોની મુસાફરી બીઆરટીએ સદ્વારા સરળ સુગમ બની છે, રોજેરોજ લાખો લોકો આ બસની સુવિધાનો લાભ લેતા હોય છે, ઓછા પૈસા સહીત આરામદાયક અને જલ્દી પહોંચવાની સગવડથી બીઆરટીએસ બસ સેવા સજ્જ છે ત્યારે હવે ઈસ્કોન સર્કલથી એરપોર્ટ માટે પણ બીઆરટીએસ બસ સેવાનો આરંભ થઈ રહ્યો છે.

એએમસી દ્વારા આવતી કાલે 18 ઓક્ટોબરના રોજથી ઈસ્કોન ચાર રસ્તા સર્કલથી લઈને એરપોર્ટ સર્કલ સુધીની ‘ઉડાન બસ’ સેવો પ્રારંભ કરવામાં આવશે. અમદાવાદ જનમાર્ગ દ્વારા આ બસ સેવાનો આરંભ સોમવારે સાંજે 5 કલાકે થશે.આ માટે સાંજે  ઈલેક્ટ્રીક બસ અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટથી શરૃ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે એરપોર્ટ સુધી શરુ કરવામાં આવેલ ઉડાનબસ સેવા સીસીટીવી કેમેરાથી સજ્જ  હશે, આ સહીચ આ બસ  એસીથી પણ સજ્જ હશે, જે સવારે 6 કલાકથી રાત્રે 11 વાગ્યા સુધી સંચાલિત રહેશે.આ બસ ઈસ્કોન-એરપોર્ટ માટે દર 15 મિનિટે સેવા આપશે. આ માટેનું ભઆડુ માત્ર 50 રુપિયા હશે, જે યાત્રીઓ રોકડ, જનમિત્ર કાર્ડ કે ડિજિટલ પેમેન્ટ થી ચૂકવી શકે છે.

અમદાવાદની જનતાને આરામદાયક અને પ્રદૂષણ મૂક્ત વાતાવરણ સહતી જાહેર પરિવહનની સુવિધા પૂરી પાડવાના હેતુથી આ બસ સેવાનો આરંભ કરવામાં આવ્યો છે.આ બસના રૃટમાં ઈસ્કોન ક્રોસ રોડ, ઈસરો, સ્ટાર બજાર, હિંમતલાલ પાર્ક, યુનિર્વિસટી, મેમનગર, શાસ્ત્રીનગર, આરટીઓ સર્કલ અને અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ સુધીના સ્ટેશનનો આવરી લેવામાં આવશે.આ બસ કોરોનાના પગલે લોકડાઉન લાગ્યા બાદ બંધ કરવામાં આવી હતી ત્યારે આવતી કાલથી ફરીથી તેનો આરંભ થનાર છે.દોઢ વર્ષ બાદ આ સેવા ફરીથી આરંભ થવા જઈ રહી છે