કોચી એરપોર્ટ પર ફ્લાઈટના ક્રુ મેમ્બર સોનાની દાણચોરી કરતા ઝડપાયો, હાથ ઉપર ટેપની મદદથી સંતાડ્યું હતું ગોલ્ડ
- ચોનું ચોરી કરવાની અનોખી ઘટના
- ક્રુ મેમ્બર દ્રારા ચોરીની ઘટના પ્રકાશમાં આવી
બેંગ્લોરઃ દેશમાં સોનાની કિંમતમાં થયેલા વધારાને પગલે સોનાની દાણચોરી માટે દાણચોરો સક્રિય થયા છે અને એરપોર્ટ ઉપર તૈનાત સુરક્ષા એજન્સીઓને ચમકો આપીને ગેરકાયદે સોનુ ઘુસાડવા માટે દાણચોરો અવનવા પ્રયાસો હાથ ઘરી રહ્યા છએ ત્યારે આવીજેક ઘટના પ્રકાશમાં આવી છે.
આ ઘટના છે કેરળના કોચી એરપોર્ટ પરની જ્યાં એર કંપનીના ક્રુ મેમ્બરની સોનાની દાણચોરી કરવાના કિસ્સામાં ધરકપડ કરાઈ છે. આ ક્રૂ મેમ્બરે હાથ ઉપર સોનુ લપેટીને લઈને આવ્યો હતો.કસ્ટમ અધિકારીઓએ એરપોર્ટ પર એર ઇન્ડિયાના કેબિન ક્રૂ સભ્યની ધરપકડ કરી
વધુ જાણકારી પ્રમાણે વાયનાડના વતની શફી પર સોનાની દાણચોરીનો આરોપ લાગ્યો છે. તેની પાસેથી 1 હજાર 487 ગ્રામ સોનું મળ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કસ્ટમ્સની ટીમને માહિતી મળી હતી કે એર ઈન્ડિયાની બહેરીન-કોઝિકોડ-કોચી ફ્લાઈટમાં કેબિન ક્રૂ દ્વારા સોનું લાવવામાં આવી રહ્યું છે.
આ મામલે કસ્ટમ્સની ટીમને પહેલાથી જ માહિતી મળી હતી કે એર ઈન્ડિયાની બહેરીન-કોઝિકોડ-કોચી ફ્લાઈટમાં કેબિન ક્રૂ દ્વારા સોનું લાવવામાં આવી રહ્યું છેતેથી એરપોર્ટ ઉપર તૈનાત કસ્ટમની ટીમે વોચ ગોઠવી હતી. એર ઈન્ડિયાના ક્રુ મેમ્બર શફી અટકાવીને તપાસ કરી હતી. શફી પાસેથી 1,487 ગ્રામ સોનુ ઝપ્ત કરાયું હતું.
કસ્ટમની પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે, તે હાથમાં સોનું લપેટીને અને શર્ટની સ્લીવથી ઢાંકીને ગ્રીન ચેનલમાંથી બહાર નીકળવાની યોજના બનાવી રહ્યો હતો. ચેન્નાઈ કસ્ટમ્સે જણાવ્યું હતું કે અગાઉ, સિંગાપોરના બે મુસાફરોને બુધવારે ચેન્નાઈ એરપોર્ટ પર રૂ. 3.32 કરોડની કિંમતનું 6.8 કિલોગ્રામ સોનું લઈ જવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુસાફરો AI-347 અને 6E-52 દ્વારા સિંગાપોરથી ચેન્નઈ પહોંચ્યા હતા.