Site icon Revoi.in

માર્ચ મહિનાની 1લી તારીખથી રાજકોટથી હૈદરાબાદની ફ્લાઈટ સેવાનો આરંભ કરાશે

Social Share

અમદાવાદ -સમગ્ર દેશમાં કોરોના મહામારીના કારણે અનેક ફેરફાર જોવા મળ્યા છે, છેલ્લા ઘણા સમયથી ટ્રેન સેવાઓ અને ફ્લાઈટ સેવાઓ પર પણ તેની માઠી અસર પડેલી જોવા મળી રહી છે.ત્યારે હવે ઘીરે ઘીરે કોરોનાનો કહેર ઓછો થતાની સાથે જ મુસાફરોની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે.

સૌરાષ્ટ્રમાં મુસાફરોના ઘસારાને લઈને રાજકોટ એરપોર્ટના એર ફ્રિકવન્સીમાં વધારો થવા લાગ્યો છે. આવનારા માર્ચ મહિનાની 1 લી માર્ચથી રાજકોટ-હૈદરાબાદ વચ્ચે વધુ એક ફલાઇટ સેવાનો આરંભ થવા જઈ રહ્યો  છે.

ત્યારે હવે સ્પાઇસ જેટ એર લાઇન્સ દ્રારા રાજકોટ-મુંબઇ, રાજકોટ-દિલ્હીની રોજની ફલાઇટ સેવા શરુ કર્યા પછી આવનારી 1 લી માર્ચથી રાજકોટ-હૈદરાબાદની ફલાઇટ શરૂ કરવામાં આવશે. રાજકોટ હૈદરાબાદ ફલાઇટનો સમય સવારે 9:10 કલાકનો છે આ સમયે ફ્લાઈટ રાજકોટ આવશે અને 9:40 કલાકે રાજકોટથી ઉપડશે. આ ફલાઇટમાં  યાત્રીઓની 78 સીટોની ક્ષમતા રહેશે.

બીજી તરફ ઇન્ડિગો કંપનીના અધિકારીઓએ  પણ માર્ચ મહીનામાં જ ફલાઇટ શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.રાજકોટ એરપોર્ટથી હાલ રાજકોટ-મુંબઇ, રાજકોટ દિલ્હીની ડેઇલી 4 ફલાઇટનું સંચાલન થરહ્યું છે. ત્યારે આવનારી 24 તારીખથી બેેંગ્લોરની ફલાઇટ શરૂ થયા પછી માર્ચમાં હૈદરાબાદની ફલાઇટ શરૂ થતા સ્પાઇસ જેટ, ઇન્ડિગો, એર ઇન્ડિયાની આમ કપલ મળી કુલ 10 ફલાઇટનું સંચાલન શરુ થતા યાત્રીઓને રાહત મળશે.

સાહિન-