- કુશીનગર એરપોર્ટનો આજથી આરંભ
- પ્રવાસીઓનું આગમન વધશે
- યાત્રીઓનું આજે ભવ્ય સ્વાગત કરાશે
કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટનું થોડા સમ પહેલા જ પીએમ મોદીના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું ,આ એરપોર્ટનો આરંભ ખાસ માનવામાં આવે છે કારણકે બોદ્ધ ઘર્મનું સ્થાન હોવાથી બહારના પ્રવાસીઓના આગમનમાં વધારાની સાથે અનેક રોજગારીની તકો પણ જોડાયેલી છે, ત્યારે હવે આ એરપોર્ટ પરથી ડોમેસ્ટિક ફ્લાઈટ આજથી શરૂ થવા જઈ રહી છે.
ત્યારે આજથી આ એરપોર્ટ પર ફ્લાઈંગ કંપની સ્પાઈસ જેટ અને એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉડાનની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પ્રથમ ફ્લાઇટ દિલ્હીથી આવશે અને ત્યારબાદ બીજી ફ્લાઇટ કુશીનગરથી દિલ્હી રવાના થશે. આ ફ્લાઈટ્સમાંથી આવતા અને જતા મુસાફરોનું ભારતીય પરંપરા મુજબ ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
સ્પાઇસજેટે તેના સાધનો વગેરે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરી લીધી છે. રવાના થતા મુસાફરોને દોઢ કલાક પહેલા એરપોર્ટ પર પહોંચી જવા માટે કહેવામાં આવ્યું છે. તેની મદદથી તેમના સામાનનું સ્કેનિંગ કરી શકાય છે. સુરક્ષાને લઈને પોલીસ ચોવીસ કલાક પોતાની ફરજ બજાવી રહી છે.
સ્પાઈસ જેટની ફ્લાઈટ દિલ્હીથી બપોરે 12 વાગ્યે ઉપડશે અને 1:35 વાગ્યે કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચશે. 20 મિનિટ રોકાયા બાદ એ જ ફ્લાઈટ સવારે 1.55 કલાકે કુશીનગરથી દિલ્હી રવાના થશે. આ બંને તરફથી આવતા-જતા મુસાફરોને ચંદન, ટીકા લગાવીને આવકારવામાં આવશે. આ દરમિયાન કેક પણ કાપવામાં આવશે, ત્યારબાદ ઓથોરિટી વતી વોટર કેનન સલામી આપવામાં આવશે.