Site icon Revoi.in

રાજકોટના એરપોર્ટ પરથી ઈન્ડિગો, અને એર ઈન્ડિયા સહિતની ફ્લાઈટ આજે ઉડાન નહીં ભરે

Social Share

રાજકોટઃ બિપરજોય નામનું વાવાઝોડું આજે ગુરૂવારે સાંજે ગુજરાતના દરિયા કાંઠાને ટકરાશે, વાવાઝોડા પહેલા જ ભારે ઝડપથી પવન ફૂંકાય રહ્યો છે. ઘણાબધા વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો છે. ત્યારે અગમચેતીના ભાગરૂપે આજે સૌરાષ્ટ્રમાં ટ્રેનો અને વિમાની સેવા બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ એરપોર્ટ પરથી ઈન્ડિગો અને એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ આજે ઊડાન નહીં ભરે, માત્ર રેસ્ક્યુ ઓપરેશન માટે જ એરપોર્ટ ખુલ્લું રાખવામાં આવશે. આ ઉપરાંત વધુ કેટલીક ટ્રેનો પણ પ્રભાવિત થશે. તો રાજકોટમાં  સોની બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ એરપોર્ટ પરથી ઈન્ડિગો અને એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ આજે ઊડાન નહીં ભરે, માત્ર રેસ્ક્યુ ઓપરેશન માટે જ એરપોર્ટ ખુલ્લું રાખવામાં આવશે. આ ઉપરાંત પશ્ચિમ રેલવેએ પણ ચક્રવાતની સંભાવનાવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલા તરીકે કેટલીક ટ્રેનોને રદ/આંશિક રીતે રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, રાજકોટ ડિવિઝનના કાર્યક્ષેત્ર હેઠળનાં સંભવિત વિસ્તારોના ટ્રેન મુસાફરો માટે પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ સલામતી અને સુરક્ષા સાવચેતીઓ લેવામાં આવી રહી છે. પ્રવર્તમાન નિયમો મુજબ રિફંડ સ્વીકાર્ય રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ આજે તા.15મીએ  ટ્રેન નંબર 20938 દિલ્હી સરાઈ રોહિલ્લા – પોરબંદર એક્સપ્રેસ, ટ્રેન રદ કરવામાં આવી છે. તેમજ ટ્રેન નંબર  19120 વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ 16 જૂન, 2023 ના રોજ રદ રહેશે. તથા ટ્રેન નંબર 09522 વેરાવળ-રાજકોટ સ્પેશિયલ 16 જૂન, 2023 ના રોજ રદ રહેશે. જ્યારે ટ્રેન નંબર 09516 પોરબંદર – કાનાલુસ સ્પેશિયલ 16 જૂન, 2023 ના રોજ રદ કરવામાં આવી છે. તેમજ  ટ્રેન નંબર 09596 પોરબંદર-રાજકોટ સ્પેશિયલ 16 જૂન, 2023 ના રોજ રદ રહેશે.