મોસ્કો: રશિયા જહાજ દ્વારા એક ન્યૂક્લિયર પ્લાન્ટને 6500 કિલોમીટર દૂર આર્કટિક સર્કલની મધ્યમાં સ્થાપિત કરશે. દુનિયા પુતિન સરકારના આ જોખમથી આશ્ચર્યચકિત છે, તો ટીકાકારોએ તેને સમુદ્ર પર તરતી તબાહી ગણાવી છે. રશિયાએ બે દશક પહેલા જ આર્કટિકમાં ઊર્જાના સ્ત્રોતો તૈયાર કરવાની યોજના બનાવી લીધી હતી. તેના પછી વૈજ્ઞાનિકોએ એકેડેમિક લોમોનોસોવ ન્યૂક્લિયર પ્લાન્ટનું નિર્માણ શરૂ કરી દીધું હતું.
તાજેતરમાં રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમિર પુતિનની આર્કટિક વિસ્તરણ યોજના લોન્ચ કર્યા પછી પ્લાન્ટના નિર્માણમાં ઝડપ લાવવામાં આવી છે અને બે વર્ષના સમયગાળામાં તેને તૈયાર કરી લેવામાં આવ્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે, હાલ આ પ્લાન્ટ રશિયાના પશ્ચિમમાં સ્થિત મુરમાંસ્કમાં એક 472 ફૂટ લાંબા પ્લેટફોર્મ પર રાખવામાં આવ્યો છે. ઝડપથી તેને આર્કટિકથી લાગેલા પેવેક પોર્ટથી આર્કટિક માટે રવાના કરી દેવામાં આવશે. પ્લાન્ટને આર્કટિકમાં ક્યારે સ્થાપિત કરવામાં આવશે, રશિયા તરફથી તેને લઈને કોઈ તારીખ જણાવવામાં આવી નથી.
પુતિનના દબાણ બાદ વૈજ્ઞાનિકોએ બેહદ ઓછા સમયમાં આ પ્રોજેક્ટને પૂર્ણ કરી લીધો છે. પુતિન પહેલા જ કહી ચુક્યા છે કે તેઓ રશિયા અને તેની આસપાસના ખાલી વિસ્તારોને આર્થિકપણે આગળ વધારવા ચાહે છે. તેના માટે તેઓ આર્કટિકના ઊંડાણમાં રહેલા ઓઈલ અને ગેસના ખજાનાને કાઢશે. ન્યૂક્લિયર પ્લાન્ટ દ્વારા તેની શોધમાં લાગેલી કંપનીઓને વીજળીની સપ્લાઈ કરવામાં આવશે. હાલ રશિયાના આર્કટિકથી લાગેલા ક્ષેત્રમાં માત્ર 20 લાખ લોકો રહે છે, પરંતુ અહીંથી જ દેશનો 20 ટકા જીડીપી આવી જાય છે.
એક વખત ગંતવ્ય પર સ્થાપિત થયા બાદ આ દૂરવર્તી ઉત્તરીય વિસ્તારનો આ પહેલો પાવર પ્લાન્ટ હશે. જો કે પર્યાવરણવિદ્દોએ રશિયા દ્વારા કરવામાં આવી રહેલા ન્યૂક્લિયર પ્લાન્ટની શિફ્ટિંગનો વિરોધ કર્યો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે એક ન્યૂક્લિયર પ્લાન્ટને સાફ અને સ્વચ્છ વિસ્તારમાં લઈ જવાથી ત્યાંના લોકો પર ખતરો પેદા થઈ જશે. ગ્રીનપીસ ઈન્ટરનેશનલે આને તરતી તબાહી એટલે કે ફ્લોટિંગ ચેર્નોબિલ નામ આપ્યું છે.
આ પ્રોજેક્ટનો પક્ષ લેનારા લોકાનું કહેવું છે કે પાવર પ્લાન્ટથી કોઈપણ ખતરો થશે નહીં. સોવિયત સરકારના કાર્યકાળ વખથે યુક્રેનમાં એપ્રિલ-1986માં ચેર્નોબિલ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં સેફ્ટી ટેસ્ટ દરમિયાન વિસ્ફોટ થઈ ગયો હતો. તેમાં લગભગ 31 લોકોના મોત નીપજ્યા હતા. પરંતુ રેડિએશનના કારણે કરોડો લોકોના જીવ પર જોખમ પેદા થઈ ગયું હતું. યુએનના 2005ના અનુમાન પ્રમાણે, રેડિએશનના કારણથી દેશભરમાં નવ હજારથી વધારે લોકોના મોત થઈ ચુક્યા હતા. તો ગ્રીનપીસે મૃતકોની સંખ્યા બે લાખને પાર ગણાવી હતી.