Site icon Revoi.in

આસામમાં પુરની સ્થિતિઃ રાજ્યની અનેક નદીઓ જોખમી સપાટી વટાવી

Social Share

દિલ્હીઃ- દેશભરમાં વરસાદનો કહેર યથાવત છે ત્યારે દેશના કેટલાક રાજ્યોમાં અતિશય વરપસાદના કારણે નદીઓનું જળસ્તપર ઊંચુ જતા નદીઓના પાણી આજુબાજુના વિસ્તારમાં ભરાયા છે આવી સ્થિતિમાં આસામ પણ પસાર થી રહ્યું છે રાજ્યની અનેક નદીો ગાંડીતુર બની છે જેના વહેણ ગામોમાં ઘુસલી જવાથી એક લાખ જેટલા લોકોનું જીવન મુશેક્લીમાં મૂકાયું છે.

જાણકારી પ્રમાણે રાજ્યમાં હાલ પૂરની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. રાજ્યના કુલ  10 જિલ્લાઓમાં લગભગ 1 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. જો રવિવારની વાત કરીએ તો વરસાદનું જોર હજી યથાવત છે ખાસ કરીને  સોનિતપુર, ચિરાંગ, દરરંગ, ધેમાજી, ડિબ્રુગઢ, ગોલાઘાટ, લખીમપુર, માજુલી, શિવસાગર અને ઉદલગુરી જિલ્લામાં પૂરને કારણે 99 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત છે.

આ સહીત સોનિતપુર, ધેમાજી, ધુબરી, કોકરાઝાર, મોરીગાંવ, બોંગાઈગાંવ, ચિરાંગ, ગોલાઘાટ, લખીમપુર અને માજુલી જિલ્લામાં પૂરના પાણીથી પાળા, રસ્તા, પુલ અને અન્ય માળખાગત સુવિધાઓને નુકસાન થયું છે. બ્રહ્મપુત્રા ધુબરી, તેજપુર અને નેમાટીઘાટ ખાતે ખતરાના નિશાનથી ઉપર વહી રહી હતી, જ્યારે તેની સહાયક નદી દિખાઉ શિવસાગરમાં તડકામાં હતી. અહીં પૂરના કારણે સેંકડો ગામો પાણીમાં ડૂબી ગયા છે. લોકો પાસે રહેવા માટે ઘર નથી અને પેટ ભરવા માટે ખોરાક પણ નથી મળતો.

ઉલ્લેખનીય છે કે  હાલમાં, 371 ગામો પાણી હેઠળ છે અને સમગ્ર રાજ્યમાં 3,618.35 હેક્ટર પાક વિસ્તારને નુકસાન થયું છે.જેમાં બક્સા, બોંગાઈગાંવ, ચિરાંગ, કોકરાઝાર, લખીમપુર, નલબારી, ઉદલગુરી અને તિનસુકિયામાં મોટા પાયે પૂરના કારણે ધોવાણ જોવા મળ્યું છે. બીજી તરફ, વહીવટીતંત્ર બે જિલ્લામાં 17 રાહત શિબિર ચલાવી રહ્યું છે, જ્યાં 2,941 લોકોએ આશ્રય લીધો છે. આ ઉપરાંત છ જિલ્લામાં 49 રાહત વિતરણ કેન્દ્રો પણ ખોલવામાં આવ્યા છે