- આસામમાં પુરની સ્થિતિ યથાવત
- લાખો લોકોનું જનજીવન ખોરવાયું
- અત્યાર સુધી 100 થી વધુે જીવ ગુમાવ્યા
ગુહાવટીઃ- છેલ્લા કેટલાક દિવસોથી આસામમાં પુરની સ્થિતિ સર્જાય છે ત્યારે અત્યાર સુધી પુરના કહેરમાં 108 લોકોના જીવ ગયા છે તો આ સાથે જ લાખો લોકોનું જીવન ખારવાયું છે,આજ રોજ શુક્રવારે પણ આસામમાં પૂરની સ્થિતિ વિકટ રહી હતી. રાજ્યના 45.34 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
વહીવટ તંત્રના જણાવ્યા પ્રમાણે બ્રહ્મપુત્રા અને બરાક નદીઓ સાથે તેમની ઉપનદીઓના જળસ્તર સપાટીથીસ ઇપર વટી ગાય છએ જેને લઈને આજૂબાજૂના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. જો કે કેટલાક વિસ્તારોમાં પૂરના પાણી ઓસરવા લાગ્યા છે. રાજ્યમાં પૂરના કારણે છેલ્લા 24 કલાકમાં વધુ 7 લોકોના મોત સાથે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા વધીને 108 થઈ ગઈ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કેન્દ્ર આસામમાં પૂરની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને પડકારને પહોંચી વળવા માટે તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું, “સેના અને એનડીઆરએફની ટીમો પૂર પ્રભાવિત વિસ્તારોમાં હાજર છે.
આસામની બરાક ઘાટીના પ્રવેશદ્વાર ગણાતા સિલચરના મોટાભાગના વિસ્તારો ડૂબી ગયા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે તેણે ગંભીર રીતે અસરગ્રસ્ત જિલ્લાઓમાં અને ખાસ કરીને કેચર જિલ્લામાં જ્યાં સિલચર સ્થિત છે ત્યાં વધારાના સંસાધનો સાથે બચાવ અને રાહત કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે.
રાજ્યના પુરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી માટે NDRFની આઠ ટીમો ઈટાનગર અને ભુવનેશ્વરથી લાવવામાં આવી છે, જેમાં કુલ 207 કર્મચારીઓ છે. તે જ સમયે, સિલચરમાં બચાવ કામગીરી માટે દીમાપુરથી 9 બોટ સાથે 120 સભ્યોની સેનાની ટીમ મોકલવામાં આવી છે.તમામ લોકોને મદદ પહોચાડવામાં આવી રહી છે