બ્રાઝિલમાં ધોધમાર વરસાદને પગલે પૂરઃ 94ના મોતની આશંકા
નવી દિલ્હીઃ બ્રાઝીલના રિયો ડી જનેરિયાના ઉત્તરી પેટ્રોપોલિસ શહેરમાં ધોધમાર વરસાદના કારણે આવેલા પૂર અને તેના પછી થયેલા ભૂસ્ખલનને કારણે મોટી તબાહી સર્જાઈ છે. તેમજ અત્યાર સુધીમાં 94 વ્યક્તિઓના મોત થયાં છે.
મીડિયા રિપોર્ટ અનુસાર પેટ્રોપોલિસ શહેરમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જે બાદ ભૂસ્ખલનની ઘટના બની હતી. જેમાં 94 વ્યક્તિઓના મોતની આ શંકા સેવાઈ રહી છે. આ ઉપરાંત 54 ઘરને ભારે નુકસાન થયું છે. તંત્ર દ્વારા 24 લોકોને બચાવવામાં આવ્યાં છે. હજુ 35 લોકો લાપતા હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રાઝીલમાં ધોધમાર વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની ઘટના બની છે. બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોએ મંત્રીઓને પેટ્રોપોલિસના પૂર પીડિતોને સહાય કરવાની જવાબદારી સોંપી છે.