- આસામમાં પરની સ્થિતિ સર્જાય
- 50 થી વધુ લોકો એ જીવ ગુમાવ્યા
દેશભરમાં એક તરફ ગરમીનો પ્રકોપ છે તો બીજી તરફ ઉપરી રાજ્યોમાં ભારે વરસાદના કારણે તબાહીના દર્શ્યો સર્જાયા છે,ખાસ કરીને જો આસામની વાત કરવામાં આવે તો અહી પુરની સ્થિતિ સર્જાય છે,છેલ્લા ત્રણ-ચાર દિવસથી અવિરત વરસતા વરસાદને કારણે આસામમાં સ્થિતિ સતત વણસી રહી છે. આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ સહિત પૂર્વોત્તર રાજ્યો પણ પૂર અને ભૂસ્ખલનના કારણે ખરાબ હાલતમાં છે.
જો આસામની વાત કરીએ તો આસામના લગભગ 25 જિલ્લા પૂરની ઝપેટમાં છે, જેનાથી 11 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. પૂરથી 1,702 ગામો પ્રભાવિત થયા છે, 68 હજાર લોકોને 150 રાહત શિબિરોમાં આશ્રય લેવાની ફરજ પડી છે.
જાણકારી પ્રમાણે આસામમાં બે બાળકો સહિત વધુ નવ લોકો પૂરમાં મૃત્યુ પામ્યા છે. આ વર્ષે રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક વધીને 55 થયો છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યના ઘણા ભાગોમાં બ્રહ્મપુત્રા, માનસ, ગૌરાંગ, કોપિલી અને પાગલડિયા નદીઓનું જળ સ્તર જોખમી સ્રતરે પહોચ્યા છે
ઉલ્લેખનીય છે કે આસામમાં 17 જૂન સુધી વરસાદનું એલર્ટ છે. તે જ સમયે, મોટાભાગે પાકને પણ નુકશાન થવા પામ્યું છે. વહીવટતંત્ર દ્રારા લોકોને એલર્ટ રહેવાની સૂચના પણ અપાઈ છે.કેન્દ્રિય શિપિંગ, જળમાર્ગ અને બંદર મંત્રી સર્બાનંદ સોનોવાલે મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા સાથે બેઠક કરી અને વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.