- આસામમાં પુરથી તબાહીના દર્શ્યો સર્જાયા
- 7 લાખથી પણ વધુ લોકો અસરગ્રસ્ત
ગુહાવટીઃ- દેશભરમાં ગરમીના પ્રકોપ વચ્ચે દિલ્હી સહીત આસામ.બિહાર જેવા રાજ્યોમાં વરસાદે કહેર વર્તાવ્યો છે,છેલ્લા કેટલાક દિવસોથી આસામ રાજ્યમાં ભારે વરસાદના કારણે પુરની સ્થિતિ સર્જાય છે જેમાં વિતેલા દિવસને રવિવારે પૂરની સ્થિતિ વધુ વણસી હતી અને બે બાળકો સહિત વધુ છ લોકોના મોત થયા.
આ સાથે જ પુરના કારણે રાજ્યના 22 જિલ્લામાં પાણી ભરાવાથી 7.2 લાખથી વધુ લોકો પુરથી પ્રભાવિત થયા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના દૈનિક રિપોર્ટ પર નજર કરીે તો નાગાંવ જિલ્લાના કામપુર રેવન્યુ વિસ્તારમાં ચાર લોકો પાણીમાં ડૂબી ગયા હતા.આ સાથે જ હોજાઈ જિલ્લાના ડુબોકામાં એક વ્યક્તિનું અને કચર જિલ્લાના સિલચરમાં એક બાળકનું પૂરના કારણે મોત થયું હતું. આસામમાં આ વર્ષે પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક વધીને 24 થઈ ગયો છે.
વહિવટ તંત્રએ આપેલી જાણકારી મુજબ જિલ્લાઓમાં પૂરના કારણે બારપેટા, વિશ્વનાથ, કછાર, દરાંગ, ગ્વાલપારા, ગોલાઘાટ, હૈલકાંડી, જોરહાટ, કામરૂપ, કાર્બી આંગલોંગ વેસ્ટ, કરીમગંજ, લખીમપુર, મજુરી, મોરીગાંવ, નાગાંવ, સોનિતપુર અને ઉદલગુરી વગેરેમાં 7 લાખ 19 હજાર 540 લોકો અસરગ્રસ્ત છે.
આ સાથે જ નગાંવ જળબંબાકારને કારણે ખરાબ રીતે પ્રભાવિત છે જ્યાં 3.46 લાખ લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. આ પછી કચરમાં 2.29 લાખ અને હોજાઈમાં 58 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. હાલમાં 2 હજારથી પણ વધુ ગામો પાણીમાં ડૂબી ગયા છે, જ્યારે 95,473.51 હેક્ટર વિસ્તારમાં ઉભા પાક નાશ પામ્યા છે.