Site icon Revoi.in

ફ્લાંઈગ શીખ મિલ્ખા સિંહને થયો કોરોના – હોમક્વોરોન્ટાઈન થયા

Social Share

ચંદીગઢઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી તરંગ તીવ્ર બનતી જોવા મળી રહી છે, અનેક લોકો અત્યાર સુધી કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે ત્યારે હવે ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંહને પણ કોરોનાએ પોતાની ઝપેટમાં લીધા છે. ગયા વર્ષે મિલ્ખા સિંહે તેમનો 91 મો જન્મદિવસ ઉજવ્યો હતો. અને આ વર્ષની કોરોનાની બીજી તરંગે તેમને પણ પોતાની ઝપેટમાં લીધા છે.

મળતી માહિતી પ્માણે બુધવારે મોડી રાત્રે તેમને 101 ડિગ્રી તાવ આવ્યો હતો.ત્યારે બાદ કોરોના પરીક્ષણ કરતા તેઓને કોરોના હોવાની પુષ્ટિ થઈ હતી. તેઓ હાલમાં હોમ ક્વોરોન્ટાઇન થયા છે. મિલ્ખા સિંહની સાથે તેમના આખા પરિવારનું પણ કોવિડ પરીક્ષણ કરાયું હતું. જેમાં તેના બે સેવકો પણ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. તેમની પત્ની નિર્મલા મિલ્ખા સિંઘ, પુત્રવધૂ કુદ્રાત અને પૌત્ર હરજય મિલ્ખા સિંહનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

ગુરુવારે સવારે ચંદીગઢના વરિષ્ઠ રંગક્રમી ગુરચરણસિંહ ચન્નીનું કોરોનાથી નિધન થયું હતું. સેવા ડ્રામા રિપ્ટ્રી કંપનીના ડિરેક્ટર અને સંગીત નાટક અકાદમીના પૂર્વ અધ્યક્ષ જી.એસ. ચન્ની છેલ્લા 40 વર્ષથી થિયેટર સાથે સંકળાયેલા છે.

ઉલ્લેખનીય છે કે ચંદિગઢમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસનો રાફળો ફાટ્યો છે, વધતા જતા કોરોનાના કેસ હરકોઈને પોતાની ઝપેટમાં લઈ રહ્યા છે, ત્યારે પંજાબ સરકાર કોરોનાના નિયમોને લઈને સખ્ત વલણ અપવાની રહી છે.