- ત્વચા પરથી મસાો કરોલદૂર
- ચહેરાની સુંદરતાને રાખો બરકરાર
- ઘરેલું ઈલાજથી નસા થશે દૂર
ચહેરા પર મસા હોય તે નડતા નથી અને નુકસાન પહોંચાડતા નથી પરંતુ તે ચહેરાની સુંદરતા બગાડી દે છે, તો તેને દૂર કરવા માટે તમે ઘરેલું ઈલાજ પણ કરી શકો છો. તો ચાલો જાણીએ મસાઓથી કુદરતી રીતે કેવી રીતે છુટકારો મેળવી શકાય.
લસણની પેસ્ટ – લસણની કળીઓને છોલીને પીસીને મસાઓ પર લગાવો અને તેના પર પાટો ચોંટાડો. ફક્ત ધ્યાનમાં રાખો કે લસણની પેસ્ટ ફક્ત મસા પર જ લગાવો. થોડા દિવસો આ રીતે લસણ મસા પર લગાવતા રહો. મસો સુકાઈ જશે અને તેની જાતે જ ચામડી સાથે ખરી જશે.
એરંડાનું તેલ અને બેકિંગ પાવડર – બેકિંગ પાવડર અને એરંડાનું તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને મસાઓ પર લગાવો. રાત્રે તેને લગાવો અને તેના પર પાટો બાંઘી .આ રીતે ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી કરો. આમ કરવાથી મસાઓ અદૃશ્ય થઈ જશે.
એપલ વિનેગર – એપલ સાઇડર વિનેગર લો અને તેને કોટન પર લગાવીને મસા પર લગાવો. આખી રાત પાટો તેના પર લગાવી રાખો આવું 4 થી 7 દિવસ સુધી સતત કરો, મસાઓ સુકાઈ જશે અને પડી જશે.
ખાવાનો ચૂનો – તમે ખાવાનો ચૂનો મસા પર પણ લગાવી શકો છો. તેને ફક્ત મસા પર જ લગાવો જેથી તેની આસપાસની ત્વચા પર અસર ન થાય. તેનાથી થોડા દિવસોમાં મસાઓ પણ દૂર થઈ જશે.