- પાચનતંત્રને સ્વસ્થ બનાવે છે ગ્રીન ટી
- ગરમ પાણી સવારે ભૂખ્યા પેટે પીવાથી પેટ સાફ રહે છે.
કેટલાક લોકોને આજકાલ પેટનીસમ સ્યા સતાવતી હોય છે,જેથી તેઓ વધારે સમય ટોયલેટમાં પસાર કરે છે, આ તમામ સમસ્યા ખરાબ પાચનના કારણે થતી હોય છે.પેટમાં ખરાબી આવવી સામાન્ય વાત છે, તેનું કારણ વધુ પડતું તેલયુક્ત અને જંક ફૂડ ખોરાક છે. પરંતુ કેટલાક લોકોનું પેટ ક્યારેય સાફ નથી થતું, તેઓ હંમેશા પરેશાન રહે છે. આ કારણે તેઓ અન્ય અનેક રોગોનો ભોગ બને છે. આવી સ્થિતિમાં, અમે તમને અહીં કેટલાક ઘરેલું ઉપચાર જણઆવીએ છે જેને ફોલો કરવાથી તમારું પાચન તંત્ર સારુ બનશે
ખાસ કરીને હર્બલ ટી પાન તંત્ર માટે બેસ્ટ ઓપ્શન ગણાય છે. જે પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે. તેમાં જે જડીબુટ્ટીઓ હોય છે જે આંતરડાની મૂવમેન્ટની સમસ્યાથી છુટકારો અપાવવાનું કામ કરે છે. આ સિવાય ફોર્મેટેડ ફૂડ પ્રોબાયોટીક્સનો સારો સ્ત્રોત છે. જે પેટના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.
સાથે જ ગરમ પાણીનું સેવન પણ આ સમસ્યાથી છુટકારો મેળવવાનું કામ કરે છે. જમ્યા પછી જો તમે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી પીને સૂઈ જાઓ તો સવારે પેટ સારી રીતે સાફ થઈ જશે.તમે ઈચ્છો તો ગરમ પાણીમાં એક ચમચી મધ એડ કરી શકો છો.
આ સાથે જ રાત્રે એક ગ્લાસ હુંફાળું દૂધ પીધા પછી સૂવાથી પેટની સમસ્યાઓથી પણ છુટકારો મળશે. તે પિત્તની સમસ્યા માટે ખૂબ જ સારું સાબિત થાય છે. તમે તેને ઘી ભેળવીને પણ પી શકો છો.ઘી પેટને સાફ કરવામાંમ મદદરુપ બને છે.
આમળાનો રસ પણ પેટ સાફ કરવામાં મદદરૂપ છે. અથવા તે માત્ર પેટના સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ત્વચા અને વાળની સમસ્યામાં પણ મદદરૂપ છે. આવી સ્થિતિમાં તેને પીવાના ઘણા ફાયદા છે. તેના વિટામિન સી ગુણધર્મો તમારી ગતિને સુધારવા માટે કામ કરે છે.