તપતી ગરમીમાં કારને ઓવન બનવાથી બચાવવા માટે અપનાવો પાર્કિંગ ટિપ્સ
દેશમાં ગરમીનો કહેર લગાતાર વધી રહ્યો છે. ઘણા રાજ્યોમાં પારો 45 ડિગ્રીને પાર કરી ગયો છે. તમારી પાસે કાર છે. ગરમીમાં પારો ઉંચો રહેવાને લીધે વાહનને નુકસાન થઈ શકે છે. ઘણા લોકો કાર સીધા સૂર્યપ્રકાશમાં પાર્ક કરે છે અને પછી પાછા આવે ત્યારે કાર ખૂબ ગરમ થઈ જાય છે.
• શેડનો ઉપયોગ કરો
ઉનાળાની ઋતુમાં કારને સરખી રીતે પાર્ક કરવા માટે શેડનો ઉપયોગ કરવો જોઈએ. આવામાં તમારે ઝાડ, બિલ્ડિંગ અથવા કવર્ડ પાર્કિંગની મદદ લેવી જોઈએ. સારી રીતે છાંયેલા વાળા વિસ્તારમાં કાર પાર્ક કરવાથી તેને ઓવન બનવાથી અટકાવી શકાય છે.
• વિંડશીલ્ડને કરો કવર
તમારી કારની વિન્ડશિલ્ડને ઉનાળા દરમિયાન ગરમ આગથી બચાવવા માટે તેને ઢાંકી શકો છો. આવુ કરવાથી કારનું ઈન્ટિરિયર ટેમ્પરેચર ઘણી હદ સુધી ઘટી જશે. સૂર્યપ્રકાશને કારમાં પ્રવેશતા અટકાવવા માટે વિન્ડશિલ્ડ પર ઘણા પ્રકારના કવર ઇન્સ્ટોલ કરી શકાય છે.
• થોડી ખુલ્લી રાખો વિંડો
કાર પાર્ક કરતી વખતે ધ્યાન રાખો કે કાર પાર્ક કરતા પહેલા તેની બારી થોડી ખોલો. આમ કરવાથી કારની અંદરનું તાપમાન ઓછું રહેશે. તેમજ કારમાં હવાનો પ્રવાહ યોગ્ય રહેશે. ધ્યાન રાખો કે કારની બારી એટલી ખુલ્લી હોવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ કારમાં ગેરકાયદે પ્રવેશ ન કરી શકે.
• વિન્ડો કવર યુઝ કરો
કારને ગરમીથી બચાવવા માટે કારની બારીઓને કોઈ વસ્તુથી ઢાંકી શકો છો. તમે કાળી પટ્ટીની મદદ લઈ શકો છો. કારની બારીઓને ઢાંકવાથી ગરમીની અસર ઘણી ઓછી થશે. સાથે પ્રાયવેસી પમ બની રહેશે. આ પહેલા તમારી સ્થાનિક આરટીઓ ઓફિસમાંથી આ અંગેની જાણકારી એકત્રિત કરો.