Site icon Revoi.in

WhatsApp ચેટનું વૉલપેપર બદલવું અથવા રીસેટ કરવું હોય તો આ સરળ સ્ટેપ્સને કરો ફોલો  

Social Share

આજે દરેક લોકો પાસે સ્માર્ટફોન છે અને એમાં Whatsapp નો વપરાશ લગભગ દરેક ભારતીયો કરે છે.અને કંપની પણ અવનવા ફીચર્સ લઈને આવતું હોય છે.આમાં ચેટ, સ્ટેટસ સાથે સંબંધિત ઘણા વિશેષ ફીચર્સ આપવામાં આવે છે.પરંતુ ઘણા લોકો જાણતા હશે કે યુઝર્સ તેમની ચેટનું બેકગ્રાઉન્ડ વોલપેપર બદલી શકે છે અને તેના પર પોતાનો ફોટો મૂકી શકે છે.તો ચાલો જાણીએ ચેટિંગ અનુભવને બહેતર બનાવવા માટે WhatsApp ના વૉલપેપરને કેવી રીતે બદલવું અથવા જો તમને તે પસંદ ન હોય તો તેને કેવી રીતે રીસેટ કરવું.

સૌથી પહેલા WhatsApp ખોલો અને ઉપર-જમણા ખૂણામાં 3 બિંદુઓ પર ટેપ કરો.સેટિંગ્સ પર જાઓ, પછી ચેટ પસંદ કરો.અહીં તમને વોલપેપર પસંદ કરવાનો વિકલ્પ મળશે.વૉલપેપર બદલવા માટે ચેન્જ પર ટૅપ કરો.તમે ઘણા વૉલપેપર્સ જોશો,તમે તમારો પોતાનો ફોટો અથવા ગેલેરીમાંથી કોઈપણ ઈમેજને બેકગ્રાઉન્ડ તરીકે સેટ કરી શકો છો.પોતાનો ફોટો યુઝ કરવા માટે ગેલેરીમાંથી ફોટો પસંદ કરો.જો તમે 1 નવું વૉલપેપર પસંદ કરો છો, તો તમને સ્ક્રીન પર ‘Wallpaper preview’ મળશે.વૉલપેપર આખી સ્ક્રીન પર દેખાય છે, ત્યારે તેને ડિફૉલ્ટ બેકગ્રાઉન્ડ તરીકે સેટ કરવા માટે ‘સેટ વૉલપેપર’ પર ટચ કરો.

WhatsApp ચેટ બેકગ્રાઉન્ડ કેવી રીતે રીસેટ કરવું?

જો તમે ડિફોલ્ટ બેકગ્રાઉન્ડ પર રીસેટ કરવા માંગતા હો, તો એપના ઉપરના જમણા ખૂણામાં 3 બિંદુઓ પર ફરીથી ટેપ કરો.ચેટ્સ પર જવા પર, તમે વૉલપેપરના વિકલ્પ પર પહોંચી જશો.અહીં વોલપેપર ચેન્જીસમાં દેખાશે, પછી નીચે ડિફોલ્ટ વોલપેપર પસંદ કરો.આ પછી સેટ વોલપેપરમાંથી પસંદ કરો.