Site icon Revoi.in

બ્રેક વગર કારને સુરક્ષિત રીતે રોકવા અપનાવો આ સરળ ટિપ્સ…

Social Share

કાર ચલાવતી વખતે માર્ગ સુરક્ષાના તમામ નિયમોનું પાલન કરવુમ ખૂબ જરૂરી છે. કારમાં ઘણા ઉપકરણો હોય છે કે ઘણી વાર કોઈના કોઈ પાર્ટમાં ખામી સર્જાય છે. જો કારની નિયમિત અને યોગ્ય સમયે સર્વિસ કરાવવામાં આવે તો કારના ઘણા પાર્ટ્સ વધુ સારી રીતે કામ કરતા રહે છે. પમ કારની બ્રેક એક એવો પાર્ટ્સ છે જે ગમે ત્યારે ખરાબ થઈ શકે છે. આવા સમયે કારને બેલેન્સ કરવી ખૂબ મુશ્કેલ બને છે.

• કારને સુરક્ષિત સ્થાને લઈ જાઓ
જો કારની બ્રેક કામ ન કરી રહી હોય તો આવામાં ગભરાવાની જરૂર નથી. જો તમે શાંત ચિત્તે કાર રોકવાનો પ્રયાસ કરશો તો તમે સરળતાથી નિર્ણય લઈ શકશો. આ સાથે, તમે કારની આસપાસ ફરતા વાહનોને એલર્ટ કરવા માટે કારની હેડલાઇટની મદદ લઈ શકો છો. હેડલાઇટ ચાલુ કરવાથી કારની આગળનો રસ્તો સ્પષ્ટ દેખાશે. આ પદ્ધતિ કારને સલામત સ્થળે રોકવામાં મદદ કરી શકે છે.

• બ્રેક ફેલ થવા પર આ કામ જરૂર કરો
કારની બ્રેક ફેલ થવાના કિસ્સામાં, કારને રોકવા માટે કારની સ્પિડ ધીમે ધીમે ધીમી કરી શકાય છે. આ માટે ગિયર લીવરને ખૂબ જ ધીમેથી નીચલા ગિયરમાં લાવવું જોઈએ. તેની સાથે કાર પાર્કિંગ બ્રેક, ઈમરજન્સી બ્રેક અને કાર હેન્ડબ્રેકનો ઉપયોગ કરી શકાય છે.

• ગાડીને રોકવા માટે આ કામ કરો
કારની બ્રેક ફેઈલ થઈ જાય તો કારને માટીવાળી જગ્યાએ લઈ જવાનો પ્રયાસ કરો અને ત્યાં કોઈ વસ્તુ અથડાવીને કારને રોકવાનો પ્રયાસ કરો. આ સાથે કારની સ્પીડ ઓછી કરવાનો પ્રયાસ કરો. આમ કરવાથી કારને ઓછામાં ઓછું નુકસાન થશે. આ સિવાય જો કારની બ્રેક ફેલ થઈ જાય તો મોટા અને મજબૂત ઝાડનો સહારો લઈ શકાય છે.

• બચાવ માટે આવાતનું ધ્યાન રાખો
કાર દ્વારા મુસાફરી કરતી વખતે કારની બ્રેક યોગ્ય રીતે કામ કરે છે તેની ખાતરી કરવા માટે, કાર શરૂ કરતા પહેલા બ્રેક પેડલ તપાસવું મહત્વપૂર્ણ છે. ઉપરાંત, કારની સર્વિસ કરેલ હોવી જોઈએ.