સાડી એ એક એવો પોશાક છે જે આપણે ક્યારે પણ પહેરી શકીએ છીએ. રેગ્યુલર વિયરથી લઈને ઓફિસ, પાર્ટીમાં અને લગ્નમાં પહેરી શકો છો. ઘણી વખત એવું બને છે કે જ્યારે આપણે સાડીને ડ્રેપ કરીએ ત્યારે સાડીને સરખી રીતે ડ્રેપ કરવામાં નથી આવતી જેના ફિગર સારૂ લાગતુ નથી. જ્યારે આપણે સેલેબ્રિટીઓની સાડીની સ્ટાઈલ જોઈએ તો એ સાડીને ખૂબ સારી રીતે કેરી કરે છે. સેલિબ્રિટીઝ સ્ટાઈલ સાડીને કેરી કરવાની ટિપ્સ જાણીએ.
• પલ્લુ ખુલ્લો રાખો
જો તમે ચાહો છો કે તમારી સાડીમાં તમારૂ વજન ખૂબ વધારે ના દેખાય અને તમે તમારી ચરબી છુપાવવા માંગો છો, તો પ્લીટ્સ ઉમેર્યા વિના તેને ખુલ્લી રાખો અને ખુલ્લી પલ્લા સાડી પહેરો.
• વજન પ્રમાણે સાડી પસંદ કરો
સાડી સિલેક્ટ કરતી વખતે તમારા ફિગરને ધ્યાનમાં રાખવું જોઈએ. જો વજન ઓછું હોય તો તમારે ભારે સાડી પસંદ કરવી જોઈએ, તમે બનારસીથી લઈને કોટનની સાડી પસંદ કરી શકો છો. જો તમારું વજન વધારે હોય તો તમે શિફોન, જ્યોર્જેટ જેવી હળવા વજનની સાડીઓ પસંદ કરી શકો છો.
• પેટીકોટની જગ્યાએ શેપવેર ટ્રાય કરો
જો તમે ચાહો છો કે તમારી સાડી સેલિબ્રિટી સ્ટાઈલ જેવી દેખાય અને તમારા ફિગરને પણ ફ્લોન્ટ કરે, તો સાડી જોડે પેટીકોટ પહેરવાને બદલે બોડી ફીટેડ શેપવેર પહેરી શકો છો. તમે કોઈ પણ બેસિક કલરના શેપવેર લઈ શકો છો જે તમારી મોટાભાગની સાડીઓ સાથે જાય.
• કલર પર ખાસ ધ્યાન
જો તમે સાડી લઈ રહ્યા છો તો ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે કયા કલરની સાડી પહેરી છે. ખૂબ ડાર્ક કલરની સાડી પહેરવાથી શરીર સ્લિમ દેખાય છે. તે સમયે તમે હલ્કા કલરની સાડી પહેરો તો તમારું વજન વધારે દેખાય છે.