- ભીષણ ગરમીથી બચવાના ઉપાયો
- ગરમીમાં આ નુસ્ખાઓ લાગશે કામ
હવે ગરમીની શરુઆત થઈ ચૂકી છે ગરમીના કારણે અનેક લોકોની તબિયત બગડી જાય છએ એમા પણ જો એમા પણ બપોરના સમયે ઘરની બહાર નીકળતા હોઈએ તોતો જાણે શરીમાંથી એનર્જી જ ખતમ થી જાય છએ આવી સ્થિતિમાં ખોરાકની સાથે સાથે અનેક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો ચાલો જાણીએ ગરમીમાં કઈ રીતે પોતાની હેલ્થનું ધ્યાન રાખી શકીશું.
ઉનાળા દરમિયાન ઉચ્ચ પ્રોટીન ખોરાક ખાવાનું રાખો આ સાથે જ ફળોના જ્યુસ અને સવારે નાસ્તામાં શાકભાજીના જ્યુસનું સેવન કરવું જોઈએ. આ સહીત સખત સૂર્યપ્રકાશમાં ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ, ખાસ કરીને બપોરગાળાના વચ્ચે બહાર ન નીકળવું જોઈએ અને જો બહાર નીકળવું જરુરી હોય તો બોડીને કવર કરવી જોઈએ એટલે કે માથામાં ટોપી પહેરવી ગર્લ્સએ દુપટ્ટો બાંઘવો જોઈએ.
આ સાથે જ દિવસ દરમિયાન પુરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ જો તમને તરસ ન લાગે તો પણ પૂરતી માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં. ઉનાળામાં ડીહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહીં, લસ્સી, છાશ તેમજ ફળોનો રસ પીવાની આદત સારી રહે છે જે તમને ચક્કર જેવી બીમારીથી બચાવે છે.ગરમીના તાણના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો, જેમ કે ચક્કર, બેહોશી, ઉબકા કે ઉલટી, માથાનો દુખાવો, વધુ પડતી તરસ, ઘેરો પીળો પેશાબ, પેશાબ ઓછો થવો, શ્વાસનો દર અને ધબકારા વધવા.
જો કપડાની વાત કરવામાં આવે તો કોટનના કપડા બેસ્ટ ઓપ્શન છે.કોટન ગરમીથી આરામ આપે છે.આ સાથએ જ હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો આ સહીત બહાર ખુલ્લા પગે જવાનું ટાળવું જોઈએ ખુલ્લા પગે તડકામાં જવાથઈ પેશાબમાં બળતરાની સમસ્યા થાય છે.