Site icon Revoi.in

હોળી પર સ્ટાઈલિશ લુક મેળવવા માટે આ ટિપ્સ ફોલો કરો

Social Share

કલર અને ફેશન વચ્ચેનું કનેક્શન ઘણું જૂનું છે. બંને એકબીજા વગર અધૂરા લાગે છે. જલ્દી દેશભરમાં 25મી માર્ચે હોળીનો તહેવાર ઉજવવામાં આવશે. હોળીના તહેવાર પર ખાલી ઘરની સજાવટ અને ટેસ્ટી ફૂડ જ જરૂરી નથી પણ આ તહેવારને કંમ્પલીટ કરવા માટે તમારે હોળી પાર્ટી લુક પણ જરૂરી છે.

ટાઈ અને ડાઈ દુપટ્ટા
હોળી પર તમારા લુકને પૂરુ કરવા માટે, તમે પ્લેન વ્હાઈટ સૂટ સાથે મનપસંદ કલરના ટાઈ અને ડાઈ દુપટ્ટાને લઈ જઈને એથનિક લુકને કંમ્ટલીટ કરી શકો છો. તમને વેસ્ટર્ન ડ્રેસમાં કમ્ફર્ટેબલ લાગતું હોય તો પણ ટાઈ અને ડાઈનો હળવો લુક ચોક્કસથી જ રાખો.

મલ્ટી કલર ટી-શર્ટ
આજકાલ યુવાનોમાં મલ્ટી કલર ટી-શર્ટનો ટ્રેન્ડ ખૂબ ફેમસ છે. તમે હોળીની પાર્ટીમાં જવાના છો તો તમે રેમ્બો પ્રિન્ટ અથવા મલ્ટી રંગીન ટી-શર્ટ કેરી કરી શકો છો.

સનગ્લાસ
હોળી પાર્ટીમાં સનગ્લાસ એ ખૂબ જ મહત્વપૂર્ણ એક્સેસરીજ છે. આને પહેર્યા પછી તમે માત્ર સ્માર્ટ દેખાશો જ નહીં પણ તમારી આંખો પણ સેફ રહેશે.

હોળી એસેસરીઝ
હોળીના આટફિટના ગ્રેસ ત્યાં સુધી પૂરી થતા નથી જ્યાં સુધી તેની સાથે પહેરવામાં આવતી એસેસરીઝ એવી ન હોય કે તે હોળીના કલર સાથે મેચ ખાતી હોય અને કલરને કારણે બગડતી ન હોય. આ એક્સેસરીઝમાં સનગ્લાસ, મેચિંગ હેરનો સમાવેશ થાય છે. બેન્ડ, માથાનો દુપટ્ટો કેરી કરી શકાય છે. તમને યૂનિક લુક આપવાની સાથે, માથાનો દુપટ્ટો તમારા વાળને કલર દ્વારા નુકસાન થવાથી પણ બચાવશે.