ફોનની બેટરી લો હોય તો ખૂબ ટેન્શન રહે છે કે કઈ રીતે બેટરીને બચાવી શકાય. વિચારો કે, ફોન જ બંધ થઈ જાય તો તમારા કેટલા કામ ઉભા રહી જાય. એવું એટલા માટે કેમ કે બેંન્કનું કામ, ઓફિસનું કામ, જમવાનો ઓર્ડર, ગેસ બુકિંગ, કેબ બુકિગ જેવા ઘણા કાર્યો ફોન પર જ થઈ જાય છે. બધુ છોડો તમારે કોઈ ઈમરજન્સીમાં વાત કરવાની હોય અને ફોન વગર કોઈ બીજો સોર્સ જ ના હોય જેનાથી તાત્કાલિક વાત કરી શકાય. તેથી ફોનમાં બેટરી ચાર્જ રહેવી જરૂરી છે.
ઘણા લોકો એવા પણ છે, જેમના ફોનમાં બેટરી જલ્દી લો થઈ જાય છે. એટલા માટે આજે અમે તમને કઈંક એવી જાણકારી આપીએ, જેના મદદથી તમારા ફોનની બેટરી લાંબા સમય સુધી ચાલી શકે. જો તમે ફોનની બેટરી બચાવવા માગો છો તો, તમારા ફોનના થોડા સેટિંગ બદલવા પડશે.
સ્ક્રીન ટાઈમ: સ્ક્રીન ટાઈમને ઓછું જ રાખો. એવું એટલા માટે કે તમે ફોન વાપરતા નથી અને યૂઝ કર્યા પછી પણ તેને એમ જ રાખી મુક્યો છે મોડા સુધી સ્ક્રીન ઓન રહેવાના કારણે બેટરી ઓછી થતી રહેશે. એટલા માટે થઈ શકે તો ફોનની સ્ક્રીનને 15 કે 30 સેકન્ડ રાખો. એટલે કે 15 સેકન્ડ પછી અનએક્ટિવ સ્ક્રીન પોતાની જાતે જ બંધ થઈ જશે.
સ્ક્રીન બ્રાઈટનેસ: જો તમે સ્ક્રીનની બ્રાઈટનેસ વધારે રાખો છો તો પણ બેટરી જલ્દી ખતમ થઈ જાય છે. એટલા માટે સ્ક્રીનની બ્રાઈટનેસ વધારે ન રાખવી. સૌથી સારુ તો એ છે કે તમારી સ્ક્રીનને ઓટોમેટીક બ્રાઈટનેસ પર સેટ કરી લો. એવું કરવાથી લાઈટના હિસાબથી બ્રાઈટનેસ ઓછી વધતી રહેશે.
કી-બોર્ડ સાઉન્ડ અને વાઈબ્રેશન: ઘણા લોકો કી-બોર્ડ ટૈપ પર સાઉન્ડ સેટ કરે છે, અને તે ટાઈપ કરે છે એટલે વાઈબ્રેશન પણ થાય છે. વાંર-વાર કી-બોર્ડ સાઉન્ડ અને વાઈબ્રેશનથી બેટરી જલ્દી ખતમ થઈ જાય છે.