- વરસાદની સિઝનમાં ચીકણી ત્વચાથી છૂટકારો મેળવવા અપનાવો
- ચોમાચામાં ચીંકણી ત્વચા માટે પાવડર લગાવાનું રાખો
હાલ વરસાદની ઋતુ શરુ થઈ ચૂકી છે, વરસતો વરસાદ અને વાતાવરણનું ભેજના કારણે 24 કલાક આપણી ત્વચા ચીકાશ વાળી ભીની રહેતી હોય છે,જેને લઈને ચહેરા પર ફોળકી થવી, પિમ્પલ્સ થવા તથા ત્વચા ભીની રહેવી જેવી અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે,ત્યારે વરસાદમાં તમે ઘરમાં રહીને તમારા ચહેરાની કાળજી રાખી શકો છો અને તમારી ત્વચા પરથી ચીકાસ દૂર કરી શકો છો,આ સાથે જ તમારી ત્વચા પર નિખાર પણ લાવી શકો છો બસ આટલું કરવા માટે તમાકે કેટલીક ટિપ્સ ફોલો કરવી પડશે, ત્યાર બાદ તમારી ત્વચાને લગતી ફરીયા દ જ દૂર થઈ જશે.
જો તમે આ ઘરેલું નુસ્ખા અપનાવશો તો ચહેરાની ચીકાશ થશે દૂર
ચોમાસામાં ત્વચાને ચીકાશથી દૂર રાખવા તમે અખરોટનું સ્ક્રબ સ્ક્રબ કરવાની આદત રાખો. અખરોટના અંદરની નિકળતા માવાનો ઝીણો ભુક્કો કરીને તેને દૂધમાં મિકસ કરી તે પેસ્ટ ચહેરા પર 10 મિનિટ સુધી લગાવી ને રહેવા દેવી ,ત્યાર બાદ સુકાય ગયા પછી મસાજ કરી લેવું જેનાથી ચહેરાની ચીકાશ દૂર થાય છે
લીુંબ અને મદને મિક્સ કરીને ચહેરા પર 10 થી 15 મિનિટ સુધી રહેવાદો , થ્યાર બાદ તેને હાથ વડે મસાજ કરો ત્યાર પછી હુંફાળા પમી વડે ચહેરો ઘોીલો , આમ કરવાથી ચીકાશ દૂર થશે.
બાજરીના લોટમાં મધ મિક્સ કરીને તેની પેસ્ટથી 10 મિનિટ સુધી ત્વચા પર સમાજ કરવો ત્યાર બાદ ચહેરોના હુંફાળા પાણી વડે ધોઈ લેવો આમ કરવાથી ચહેરા પરની ચીકાશ અને બ્લેક હેડ્સ પણ દૂર થાય છે, અને ત્વચા નિખરી ઉઠે છે.
આ સાથે જ એલોવેરા અને હળદરને મિક્સ કરીને રાત્રે સૂતા પહેલા આ મિશ્રણ ચહેરા પર લગાવી 15 મિનિટ રાખો. ત્યાર બાદ કોટનથી અથવા ટિસ્યુ પેપરથી તેને સાફ કરીલો ,આમ કરવાથી તમારો ચહેરો ક્લિન અને ચીકાશ મૂક્ત બનશે.