Site icon Revoi.in

ચોમાસામાં ઓયલી સ્કિનથી છૂટકારો મેળવવા માટે અપનાવો આ ટીપ્સ

Social Share

વરસાદની ઋતુમાં ત્વચાને વિશેષ સંભાળની જરૂર હોય છે. આ દરમિયાન રેડનેસ, ખંજવાળ અને પિમ્પલ્સ થઇ જતા હોય છે. જો તમારી ત્વચા ઓયલી હોય તો ત્વચાની સમસ્યાઓ વધી જાય છે. એટલા માટે જરૂરી છે કે,આ સમય ખાસ સ્કિન કેર રૂટીનને ફોલો કરો. પરંતુ આ પહેલા પોતાના સ્કિન ટાઇપ વિશે જાણવું જરૂરી છે.

જો તમારી ઓયલી સ્કિન છે.તો આપણે જાણીએ છીએ કે,ત્વચામાં ગ્લો બનાવી રાખવો કેટલો મુશ્કેલ છે.ખાસ કરીને ચોમાસાની ઋતુમાં જ્યારે ત્વચા વધુ પડતા ભેજને કારણે ઓયલી અને સ્ટીકી લાગે છે. તો,ચાલો આપણે જાણીએ કે, ઓયલી ત્વચાવાળા લોકો તેમની ત્વચાની સંભાળ કેવી રીતે રાખી શકે છે. જેના કારણે ત્વચા ગ્લોઇંગ અને હેલ્ધી લાગે.

ત્વચાના પોર્સને ખોલવા અને ડેડ સ્કિનને દૂર કરવા માટે એક્સ્ફોલિએટ કરો.જે લોકો ઓયલી સ્કિન ધરાવે છે,તે લોકોની સ્કિનમાં વધુ ગંદકી જમા થાય છે.તેનાથી પોર્સ બંધ થઇ જાય છે અને ત્વચામાં પિમ્પલ્સ અને ખીલની સમસ્યામાં વધારો કરે છે. ત્વચામાં જામેલી ગંદકીને દૂર કરવા માટે માઇલ્ડ સ્ક્રબ કરો. સ્ક્રબિંગ કર્યા પછી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરો.

ત્વચાને સાફ અને મુલાયમ રાખવા માટે ક્લીંઝરનો ઉપયોગ કરો. તમારી સ્કિન ટોન મુજબ ક્લીંઝરનો ઉપયોગ કરો. જો તમારી ઓયલી સ્કિન છે તો જેલ બેસ્ડ પ્રોડકટનો ઉપયોગ કરો. ક્રીમ બેસ્ડ પ્રોડકટનો ઉપયોગ કરવાનું ટાળો કારણ કે તેને લગાવવાથી ત્વચાના પોર્સ બંધ થઇ જાય છે.

તમારી ત્વચાને આલ્કોહોલ ફ્રી બેસ્ડ ટોનરથી ધોવા જે વિટામિન અને એન્ટી ઓક્સિડેંટથી ભરપૂર છે. તે તમારી ત્વચામાંથી વધારાની ગંદકી અને બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે અને ત્વચામાં રહેલા પોષક તત્વોને ફરીથી ભરવામાં મદદ કરે છે.