સુંદર ચહેરો દેખાય તેવુ દરેકની ઈચ્છા હોય છે. ત્યારે ચહેરાને ચમકતો રાખવા માટે અપનાવો નીચેની બ્યુટી ટીપ્સ, નિયમિત ઉપયોગ કરવાથી ચહેરા ઉપરના દાગ દૂર થશે અને ચહેરો વધારે આકર્ષિત લાગશે.
- ચહેરાની સફાઈ માટે ક્યારેક-ક્યારે કાચી ડુંગળી ખાવી જોઈએ. આવું કરવાથી ચહેરા ઉપર દાગ-ધબ્બા ધીમે-ધીમે ઓછા થશે
- ફ્રેશ દેખાવા માટે આંખોને આરામ આવતો ખુબ જરૂરી છે. વધારે સમય સુધી કોમ્પ્યુટર સામે બેઠનારાઓએ થોડી-થોડી વારે બારીમાંથી બહાર જોવવું. આ ઉપરાંત આંખોને સામાન્ય એક્સરસાઈઝ કરાવવાથી આંખોને આરામ મળે છે.
- ચહેરા ઉપર માસ્ક પહેરવાથી ત્વચા ઉપરથી મૃત કોશિકાઓ દૂર થઈ જાય છે. જેથી ચહેરો સુંદર દેખાશે. તેમજ કરચલીઓ પણ ઓછી થઈ જાય છે.
- સ્નાન કરવાથી પણ ચહેરા ઉપર રોકન આવે છે. જો કે, 10 મિનિટથી વધારે સ્નાન ન કરવું જોઈએ. વધારે સમય સુધી સ્નાન કરવાથી ચહેરાની નમી ઘટી જાય છે. ગરમ પાણીથી મોટે સુધી ન્હાવાથી લાલ ધબ્બા પણ પડી શકે છે.
- બપોરના સમયે લગભગ દરેકને ઉંઘ આવે છે. પરંતુ નોકરી કરતા લોકો બપોરે આરામ કરી શકતા નથી. જેથી તેમણે વચ્ચે પાંચ મિનિટનો સમય નીકાળીને આંખ બંધ કરીએ ફાયદો થશે. તેનાથી ન માત્ર ધ્યાન કેન્દ્રીત કરવા મદદ મળશે તેમજ લોહીમાં સેરોટોનિન હોર્મોનનું સ્તર વધે છે. આ હોર્મોન ખુશીના અહેસાસ માટે જવાબદાર હોય છે.
- દિવસભરનો થાક ઉતારવા માટે ફ્રેશ હવા મદદરૂપ સાબિત થાય છે. થોડો સમય ચાલવુ અથવા સામાન્ય કસરતથી ચહેરા ઉપર રોનક આવે છે. બ્રિટેનની એસેક્સ યુનિવર્સિટીના મતે આવું કરવાથી વ્યક્તિ હળવું અનુભવે છે. ખુલ્લા આકાશ અને લીલોતરી વચ્ચે મન પણ પ્રફુલિત થઈ જાય છે.