સમગ્ર દેશમાં રંગોના તહેવારની ધામધૂમથી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે, યુવાનો સાથે બાળકોમાં રંગોના આ પર્વનું વિશેષ મહત્વ જોવા મળે છે. પરંતુ હોળીના આ પર્વમાં બાળકોની ખુશીની સાથે તેમની સલામતી અને આરોગ્યનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. રંગોના પર્વમાં બાળકોની નાજુક ત્વચાનું વિશેષ ધ્યાન રાખવું જરુરી છે.
રંગોનું વિશેષ ધ્યાન રાખવુઃ બાળકોની ત્વચા નાજુક હોય છે, કેમિકલયુક્ત રંગો તેમની ત્વચા પર એલર્જી અથવા બળતરા પેદા કરી શકે છે. હળદર, ચંદન, ગુલાબી ચોખા પાવડર વગેરે જેવા કુદરતી રંગોનો ઉપયોગ કરો.
ડ્રેસિંગ પર ધ્યાન આપો: બાળકોને ફુલ સ્લીવ શર્ટ અને લોન્ગ પેન્ટ પહેરાવો, જેથી તેમની ત્વચા ઓછામાં ઓછી ખુલ્લી રહે.
વોટરપ્રૂફ સનસ્ક્રીન અને તેલ: બાળકોની ત્વચા પર સનસ્ક્રીન અને નાળિયેર તેલનું લેયર લગાવો. આ રંગોને ઊંડે સેટ થવાથી અટકાવશે અને તેને પછીથી ધોવાનું સરળ બનાવશે.
ગોગલ્સનો ઉપયોગ: બાળકોને રક્ષણાત્મક ગોગલ્સ પહેરવા દો જેથી રંગ તેમની આંખોમાં ન જાય.
પાણી પીવડાવોઃ હોળી રમતી વખતે બાળકો પૂરતું પાણી પીવે અને હળવો અને પૌષ્ટિક ખોરાક લે તેની ખાતરી કરો.