Site icon Revoi.in

રંગબેરંગી આઇલાઇનર લગાવતી વખતે અપનાવો આ ટીપ્સને, આંખો દેખાશે સુંદર

Social Share

આ દિવસોમાં મેકઅપનો ટ્રેન્ડ ઘણો બદલાયો છે. મોટાભાગની મહિલાઓ લાઇટ અને ન્યૂડ મેકઅપની મદદથી આંખોને બોલ્ડ લૂક આપવાનું પસંદ કરે છે. આંખોને બોલ્ડ લૂક આપવા માટે તમે રંગીન આઇલાઇનર લગાવી શકો છો. આ એક સારો વિચાર છે,આને લીધે તમારે ભારે મેકઅપની જરૂર નથી.

આજે માર્કેટમાં સ્મજ પ્રૂફ,વોટર પ્રૂફ,લિક્વિડ અને જેલ આઇલાઇનર સહિતની ઘણી પ્રોડકટ ઉપલબ્ધ છે.એવામાં,છોકરીઓ માટે કયું આઇલાઇનર યોગ્ય હશે તે પસંદ કરવાનું થોડું મુશ્કેલ બની જાય છે. આની સાથે,રંગીન આઇલાઇનર લગાવતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે,નહીં તો તમારો મેકઅપ બગડી શકે છે. તો ચાલો જાણીએ તે ટીપ્સ વિશે.

લિક્વિડ અથવા જેલ આઇલાઇનર

લિક્વિડ આઇલાઇનર આંખોના લિડ્સ પર સરળતાથી લાગી જાય છે. તે પ્રવાહી હોય છે જે તમારી આંખો માટે શ્રેષ્ઠ છે. જો તમને આઇલાઇનર લગાવવાની ટેવ નથી,તો લિક્વિડ લાઇનર એ બેસ્ટ ઓપ્શન છે. જો કે,જેલ આઇલાઇનર્સ પણ બજારમાં ઉપલબ્ધ છે જે તમને સ્મજ ફ્રી લૂક આપે છે. જો તમને આઇલાઇનર લગાવવાની ટેવ નથી,તો તેને લગાવવું થોડું મુશ્કેલ છે

યોગ્ય કલર પસંદ કરો

આ દિવસોમાં માર્કેટમાં તમામ પ્રકારના રંગબેરંગી આઇલાઇનર્સ ઉપલબ્ધ છે,જેને તમે વિવિધ શેડ્સ સાથે અપ્લાઇ કરી શકો છો. આઇલાઇનરની પસંદ તમારી સ્કિન ટોન મુજબ કરો.

ડબલ લાઇનરને આ રીતે કરો રિક્રિએટ

મોટાભાગની મહિલાઓ બ્લેક આઇલાઇનર સિવાય કોઈ નવા લૂકને ક્રિએટ કરતી નથી. જો તમે તમારો લૂક બદલવા માંગતા હો,તો પછી તમારા મનપસંદ રંગીન આઇલાઇનરને બ્લેક આઇલાઇનરની ટોચ પર મૂકો. તે તમને એક નવો જ લૂક આપશે.