તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હશો, પણ ફોન પર કઈ પણ કામ કરવા માટે ડિવાઈસમાં બેટરી હોવી ખૂબ જરૂરી છે. જો ફોનમાં બેટરી જ નહીં હોય તો તમે સ્માર્ટફોનમાં વાત કરી શકશો નહીં.
ઘણા લોકો તેમના ફોનની બેટરી ઝડપથી ખતમ થવાથી પરેશાન રહેતા હોય છે. જો તમે એમાંથી એક છો તો તમે ફોનમાં કેટલાક નાના ફેરફાર કરીને બેટરીની લાઈફ વધારી શકો છો.
• બિન આવશ્યક એપ્લિકેશનો
ફોનની બેટરી જલ્દી ખતમ થઈ જાય છે, તો ફોનમાં થોડા ફેરફાર કરી શકો છો. ડિવાઈસમાંથી બિન-આવશ્યક એપ્લિકેશનોને દૂર કરી શકો છો. ઘણીવાર ફોનમાં કામ વગરની એપ્સ હોય છે.
• બ્રાઇટનેસ ઓછી કરો
ઘણા લોકો ફોનમાં સ્ક્રીનની બ્રાઇટનેસ વધારે રાખે છે. ફોનમાં વધુ બ્રાઇટનેસ બેટરીનો ઉપયોગ વધારે છે, જેના કારણે થોડો ઉપયોગ કરવા છતાં પણ બેટરી ખતમ થઈ જાય છે. આ સમસ્યાથી બચવા માટે તમે ફોનમાં ઓટો બ્રાઈટનેસ મોડ એક્ટિવેટ કરી શકો છો.
• ઈન્ટરનેટ અને વાઈફાઈ
જરૂરિયાત વગર તમારા ફોનમાં મોબાઈલ ઈન્ટરનેટ અને વાઈફાઈ ચાલુ રાખો છો તો બેટરી ઝડપથી ખતમ થઈ જાય છે. જો તમે પણ આવી ભૂલ કરો છો, તો તમે તેમાં ફેરફાર કરી શકો છો.
• ગરમ વાતાવરણમાં ઉપયોગ
જો તમે ગરમ વાતાવરણમાં ફોનનો ઉપયોગ કરો છો તો તેની ખરાબ અસર ફોનની બેટરી પર પણ પડે છે. વાસ્તવમાં, ફોનના સતત ઉપયોગથી બેટરી ગરમ થઈ શકે છે અને તેનાથી બેટરીની લાઈફ ઘટી શકે છે. આવી સ્થિતિમાં, તમારે સખત સૂર્યપ્રકાશ અથવા કોઈપણ ગરમ જગ્યાએ ફોનનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.