Site icon Revoi.in

સ્માર્ટફોનને નવા ફોનની જેમ ચમકાવવા માટે ઘરે જ અપનાવો આ રીત

Social Share

આજકાલ મોટાભાગના લોકો તેમના સ્ટેટસ બતાવવા માટે પ્રીમિયમ ફોન ખરીદી કરવાનું પસંદ કરે છે. જેની કિંમત ઘણી મોંઘી છે. પરંતુ ફોન લીધા પછી તેને સારી રીતે રાખવો પણ જરૂરી છે, નહીં તો તે ઝડપથી બગડી શકે છે અને જૂનો દેખાવા પણ લાગે છે. મોટાભાગના લોકો તેમના મોબાઈલ ફોનને ગંદા હાથથી સ્પર્શ કરે છે જેનાથી સ્ક્રીન પર ધબ્બા પડી જાય છે. જો સ્માર્ટફોનને મહિનાઓ સુધી સાફ ન કરવામાં આવે તો સ્ક્રીનમાં ધૂળ જમા થાય છે અને પછી સ્ક્રેચ દેખાય છે, જેના કારણે ફોન ઘણો જૂનો લાગે છે. આજે અમે તમને કેટલીક સરળ ટ્રિક્સ જણાવી રહ્યા છીએ જે તમારા ફોનની સ્ક્રીન અને ફોન પરના સ્ક્રેચ અને ડાઘને સંપૂર્ણપણે દૂર કરી દેશે.

ઘણા ફોનના સ્ક્રીન ગાર્ડ અથવા ટેમ્પર્ડ ગ્લાસ તૂટી જાય છે, ત્યારે તમે તેને દૂર કરો છો, જેના કારણે ફોનની સ્ક્રીન પર ગુંદરના નિશાન રહે છે. રસોઈના તેલમાં લિન્ટ-ફ્રી કાપડ ડૂબાવો અને ધીમેધીમે ગુંદર સાફ કરો. તેનાથી ફોન પરનો ગુંદર સાફ થઈ જશે અને તમારો ફોન ચમકવા લાગશે.

મોબાઈલ સ્ક્રીનને પોલિશ કરવા માટે તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો, તે સ્ક્રીન પરથી ડાઘ અને સ્ક્રેચને દૂર કરી શકે છે. રૂ ઉપર ટૂથપેસ્ટ લગાવીને સ્ક્રીન સાફ ન થાય ત્યાં સુધી ઘસવું. આ પછી ભીના કપડાંની મદદથી મોબાઇલને સાફ કરો.

આજકાલ તમને મોબાઈલ સ્ક્રીનને સાફ કરવા માટે લિક્વિડ સ્પ્રે મળે છે,, તેની મદદથી તમે તમારા ફોનની સ્ક્રીન અને ફોનને સાફ કરી શકો છો. આ સિવાય વેટ વાઇપની મદદથી તમે સ્માર્ટફોનની સ્ક્રીનને એકદમ નવી બનાવી શકો છો અને સ્ક્રીન પરના સ્ક્રેચ અને ફોલ્લીઓ દૂર કરી શકો છો.