Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાને પગલે પ્રવાસન ક્ષેત્રે પ્રવાસીઓની સંખ્યા ઘટીઃ સફેદ રદમાં સાત દિવસમાં 60 ટકા પ્રવાસી ઘટી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને પગલે સરકાર દ્વારા કેટલાક નિયંત્રણ નાખવામાં આવ્યા હોવાથી લોકોના વેપાર-ધંધાને અસર પડી છે. એટલું જ નહીં કોરોના મહામારીને પગલે પ્રવાસન ક્ષેત્રને અસર પડી છે. પ્રવાસન સ્થળો ઉપર પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ધોરડોમાં સફેદ રણમાં પ્રવાસીઓની સંખ્યા અડધી થઈ હોવાનું જાણવા મળે છે. એક સપ્તાહમાં પ્રવાસીઓની સંખ્યામાં 60 ટકા ઘટી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ધોરડો સફેદ રણને નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે પરંતુ છેલ્લા 3 વર્ષથી સરકાર અને પ્રજા કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે. અગાઉ દરરોજના 3થી 4 હજાર પ્રવાસીઓ આવતા હતા. કોરોનાની ત્રીજી લહેરને કારણે કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. દરમિયાન સાત દિવસમાં પ્રવાસીઓની સંખ્યામાં 60 ટકા જેટલો ઘટાડો થયો છે. જો કે, નિયંત્રણો હટ્યા બાદ આગામી દિવસોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની શકયતા છે.

ભુજના મદદનીશ કલેક્ટર અતિરાગ ચપલોતે જણાવ્યું હતું કે, રણોત્સવ શરૂ થયા બાદ અગાઉ દરરોજના 3થી 4 હજાર પર્યટકો સફેદ રણની મુલાકાતે આવતા હતા પરંતુ કોવિડ-19નું સંક્રમણ વધતાં હાલે પ્રવાસીઓની સંખ્યામાં અડધાથી પણ ઓછી થઇ ગઇ છે રણોત્સવમાં સફેદ રણમાં ભાતીગળ કચ્છી લોક સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોના કારણે લોકો મોટી સંખ્યામાં ભેગા થાય છે અને હાલે જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને આવા કાર્યક્રમો પર રોક લગાવાઇ છે. આ વખતે રણોત્સવ શરૂ થયો ત્યારથી લઇને તા.15મી જાન્યુઆરી સુધી પરમીટ પેટે રૂ.1.47 કરોડની આવક તંત્રને થઇ છે.