માઈક્રોવેવમાં રાંઘેલું ભોજન તમારી હેલ્થને કરી શકે છે ખરાબ,જાણો કઈ રીતે
- માઈક્રોવેવનો વધપ ઉપયોગ ટાળો
- માઈક્રોવેવમાં બનાવેલું ભોજન સ્વાસ્થ્ય બગાડે છે
આ ફાસ્ટ સમયમાં અનેક લોકો ભોજનને ગરમ કરવા માટે માઇક્રોવેવનો ઉપયોગ કરે છે. માઇક્રોવેવમાં ખોરાક ઝડપથી ગરમ થાય છે અને સમયની પણ બચત થાય છે. પરંતુ લાંબા સમય સુધી માઇક્રોવેવનો ઉપયોગ કરવાથી પણ નુકસાન થાય છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે માઇક્રોવેવમાં ફૂડ ગરમ કરવાથી તેમાં રહેલા પોષક તત્વો નાશ પામે છે અને તેની અસર સ્વાસ્થ્ય પર પડે છે.
જાણો માઈક્રોવેવમાં રાંઘેલો ખોરાક ખાવાથી શું શું થઈ શકે છે.
માઈક્રોવેવમાં ખોરાકને ગરમ કરવાથી તેમાં રહેલા જરૂરી મિનરલ્સને ફ્રી રેડિકલમાં ફેરવે છે જે શરીરમાં કેન્સરનું જોખમ વધારે છે. આથી એવી સલાહ આપવામાં આવે છે કે શાકભાજીને માઇક્રોવેવમાં ગરમ કરવાનું ટાળવું જોઈએ.
માઇક્રોવેવમાં ખોરાક ગરમ કરવાથી બ્લડ સીરમ લેવલ અને લસિકા ગ્રંથિઓ પર ખરાબ અસર પડે છે. તે આપણા શરીરમાં હાજર રોગપ્રતિકારક તંત્રની સરળ કામગીરીમાં મદદ કરે છે. તેમની અસરને કારણે રોગપ્રતિકારક શક્તિ પણ પ્રભાવિત થાય છે.
માઇક્રોવેવમાં ખોરાક ગરમ કરવાથી ખોરાકમાં હાજર પાણીના કણોનું પ્રમાણ ઘટી જાય છે. જેના કારણે ખોરાક સુકાઈ જાય છે. તેથી શરીર ડિહાઇડ્રેશનનો શિકાર બની શકે છે.
માઇક્રોવેવમાં ખોરાકને લાંબા સમય સુધી ગરમ કરવાથી માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તેનું કારણ એ છે કે માઇક્રોવેવમાં ગરમ કરવામાં આવેલો મોટાભાગનો ખોરાક હોર્મોન્સની વૃદ્ધિને ધીમો પાડે છે.
એવું માનવામાં આવે છે કે માઇક્રોવેવમાં ખોરાકને ગરમ કરવાથી તેમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ જેવા પોષક તત્વો નાશ પામે છે. જેના કારણે શરીરને જરૂરી પોષક તત્વો નથી મળતા. તેની અસર સ્વાસ્થ્ય પર પણ પડે છે. તેથી જ આરોગ્ય નિષ્ણાતો માઇક્રોવેવનો ઉપયોગ ઘટાડવાની ભલામણ કરે છે.