દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન સરહદ ઉપર અવારનવાર સિઝ ફાયરિંગ કરે છે. જો કે, પાકિસ્તાનની અંદરની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાન અન્નસંકટનો સામનો કરતું હોય તેમ શાકભાજી અને અન્નના ભાવ આસમાને પહોંચ્યાં હોવાથી સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. બીજી તરફ પાકિસ્તાનની ઈમરાન સરકાર સબ સલામત હોવાના દાવા કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનના રાવલપિંડીમાં એક કિલો આદુનો ભાવ રૂ. એક હજાર છે. જ્યારે શિમલા મરચાનો ભાવ રૂ. 200 છે. એટલું જ નહીં ખાંડ પણ રૂ. 81ના ભાવે કિલો વેચાઈ રહી છે. ખાંડનો ભાવ પહેલા રૂ. 102 હતો પરંતુ સરકારના પ્રયાસોથી ભાવ રૂ. 81 થયો હોવાનો ઈમરાન સરકાર દ્વારા દાવા કરવામાં આવી રહ્યાં છે. હાલ પાકિસ્તાન ખાઘ સામગ્રીની અછતનો સામનો કરી રહ્યું છે. જે પાકિસ્તાન પહેલા દુનિયાભરને ડુંગળી નિકાસ કરતુ હતુ. તેણે હવે પોતાના દેશમાં ડુંગળીની કિંમતો ઓછી કરવા માટે આયાત કરવી પડી રહી છે. એટલું જ નહીં આ વર્ષે ઘઉંના ભાવ તો આસમાને પહોંચ્યાં છે. સૌથી વધારે રૂ. 2400માં 40 કિલો ઘઉંનું વેચાણ થઈ રહ્યું છે. બીજી લોટ અને ખાંડનો ભાવ ઓછો કરવા માટે ઇમરાન ખાન સતત કેબિનેટ અને અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં વિપક્ષ દ્વારા ઈમરાન સરકારને પાડી દેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમજ ઠેર-ઠેર પાકિસ્તાન સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અન્નસંકટના કારણે ઈમરાન સરકારની મુશ્કેલીમાં વધારો થવાની શકયતા છે.