1. Home
  2. ગુજરાતી
  3. બ્લૂમબર્ગનો રિપોર્ટ- ખાદ્ય ચીજ-વસ્તુઓ એક વર્ષમાં 34 ટકા મોંધી થઈ ,જ્યારે કંપનીઓની આવક થઈ બમણી
બ્લૂમબર્ગનો રિપોર્ટ- ખાદ્ય ચીજ-વસ્તુઓ એક વર્ષમાં 34 ટકા મોંધી થઈ ,જ્યારે કંપનીઓની આવક થઈ બમણી

બ્લૂમબર્ગનો રિપોર્ટ- ખાદ્ય ચીજ-વસ્તુઓ એક વર્ષમાં 34 ટકા મોંધી થઈ ,જ્યારે કંપનીઓની આવક થઈ બમણી

0
Social Share
  • ખાદ્ય ચીજ-વસ્તુઓ એક વર્ષમાં 34 ટકા મોંધી થઈ
  • બ્લૂમબર્ગનો રિપોર્ટઃ આબોહવા પરિવર્નની અસર જોવા મળી
  • અનેક દેશમાં કુદરતી આફતથી પાકને નુકાશન

 

દિલ્હીઃ વાતાવરણમાં પરિવર્તનને કારણે વિશ્વભરમાં ખઆણી પીણીની વસ્તુઓ સતત મોંઘી થઈ રહી છે. ભવિષ્યમાં ખાદ્ય ફુગાવાનું જોખમ વધતું જોવા મળી રહ્યું છે. કિંમતોમાં સતત વધારો થતાં, એફએમસીજી કંપનીઓ વર્ષ 2021-22માં તેમની આવક બમણી કરે તો તેમાંમ નવાઈ નહી હોય.કંપનીઓની આવક બેગણી થાય તેવી સંભાનવાો સેવાઈ રહી છે.

બ્લૂમબર્ગે આપેલી મામિહીત મુજબ સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠનનું ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ 12 મહિનાથી સતત વધતું જ જઈ રહ્યું છે. જો કે, તે જૂનમાં ઘટીને 124.6 અંક પર પહોંચી ગયો છે. આમ હોવા છતાં, તે એક વર્ષ પહેલા કરતા 34 ટકા તો વધારે જ છે.

ઉલ્લેખનીય છે કે આજકાલ બદલાતી આબોહવાએ વિશ્વભરના પાકને અસર પહોંચાડી છે. ચીનમાં, ખેતરોમાં પાણી ભરાયા હતા. યુ.એસ. અને કેનેડામાં ગરમી અને દુષ્કાળના કારણે પાકનો નાશ થયો. યુરોપમાં ભારે વરસાદને કારણે, ખેતરોમાં પડેલા અનાજમાં ફૂગના રોગોનું જોખમ રહેલું છે.

હવામાન પલટાને લીધે બ્રાઝિલમાં મોટા અરેબીકા-કોફી ક્ષેત્રોને તબાહ કરતો ભારે ઠંડો હવામાન સર્જાય છે, જે નવા પાકનો નાશ કરશે.જેના કારણે આ અઠવાડિયે કોફીના ભાવમાં 17 ટકાનો વધારો થયો છે. આ ઠંડીથી ખેડૂતોને વધુ નુકસાન થઈ શકે છે અને વર્ષો સુધીના ઉત્પાદનને અસર થઈ શકે છે. પશ્ચિમ કોલમ્બિયામાં વિનાશકારી આગ બાદ નિકાસ માટે અનાજ લઇ રહેલી હજારો રેલ્વે કાર અઠવાડિયાંથી નિષ્ક્રિય રહી છે. આ ઘટનાઓએ વૌશ્વિક સ્તરે ફુગાવો વધવાનું મુખ્ય કારણ ગણાવી શકાય છે.

હવામાનની અસ્થિરતાને લીધે પૂરતા પ્રમાણમાં ખોરાકનું ઉત્પાદન કરવું મુશ્કેલ બન્યું છે, ગરીબ દેશોને આનો સૌથી મોટો ફટકો પડી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે, હવામાન પલટાના ખરાબ પરિણામોની અસરો આવનારા સમયમાં વધુ ભયંકર હોઈ શકે છે.

રેટિંગ એજન્સી ક્રિસિલનું કહેવું છે કે દેશની એફએમસીજી (ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગૂડ્ઝ) સેક્ટરની કમાણી ગત વર્ષથી બમણી થઈને 2021-22માં 10-12 ટકાનો વધારો કરશે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં આ વૃદ્ધિ સૌથી વધુ રહેશે. એજન્સીએ મંગળવારે જણાવ્યું હતું કે 2020-21 સુધીના ભાવ આધારિત વૃદ્ધિ અને નીચા આધારને કારણે આવક વધશે.સાથે સાથે નજીકના ભવિષ્યમાં પણ ઉત્પાદનોની માંગમાં સુધારો થવાની ધારણા કરવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારોની તુલનામાં શહેરી બજારોમાં માંગમાં નજીવો વધારો થશે. આ મોટાભાગની મોટી એફએમસીજી કંપનીઓ દ્વારા ગયા નાણાકીય વર્ષમાં કરવામાં આવેલા અંદાજની વિરુદ્ધ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code