Site icon Revoi.in

ફૂડ-લવર ભારતીયો, ગત વર્ષે 50 લાખ સમોસાનો આર્ડર કર્યો

Social Share

ભારતીય બહારનું ખાવા માટે તો એટલા તત્પર હોય છે કે બહાર જમવાનું તો ભાગ્ય જ જતું કરે. આવામાં એક જાણીતી ફૂડ ડિલિવરી એપ દ્વારા ડેટા જાહેર કરવામાં આવ્યો છે અને તેમાં એક યાદી બનાવવામાં આવી છે. યાદીમાં જણાવવામાં આવ્યું કે આ વર્ષે દેશમાં લોકોએ સૌથી વધુ સમોસા ખાવાનું પસંદ કર્યું.

કંપનીએ કહ્યું કે સમોસા આજે પણ દેશમાં નંબર-1 વાનગી છે. ઓફિસ હોય કે ઘર, કોઈપણ પાર્ટી સમોસા વગર અધૂરી ગણવામાં આવે છે. તેની ઓછી કિંમત અને ઝડપી તૈયાર થતા હોવાના કારણે લોકો તેને સૌથી વધુ ઓર્ડર આપે છે. કંપનીને આ વર્ષે લગભગ 50 મિલિયન એટલે કે 50 લાખ ઓર્ડર સમોસાના મળ્યા છે.

સર્વે મુજબ આ વર્ષે લોકોને મીઠાઈઓમાં સૌથી વધુ ગુલાબજાંબુ ખાવાનું પસંદ કર્યું છે. તેમને આ વર્ષે દેશભરમાંથી ગુલાબ જામુનના 2.1 મિલિયન એટલે કે 21 લાખ ઓર્ડર મળ્યા છે. આ ઓર્ડરો મહાનગરો, શહેરો અને નાના વિસ્તારોમાંનાં છે. કંપનીના જણાવ્યા અનુસાર આ વર્ષે દેશમાં લોકોની બીજી ફેવરિટ વાનગી પાવભાજી હતી. કંપનીને આ વર્ષે પાવભાજીના 2.1 મિલિયન એટલે કે 21 લાખ ઓર્ડર મળ્યા છે. તેમાંથી મોટાભાગના ઓર્ડર મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી સહિતના મોટા મહાનગરોમાંથી આવ્યા હતા.