પાલનપુરઃ શહેરની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી સરકારી નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં રાત્રીના ભોજન બાદ 10 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતાં વિદ્યાર્થિનીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 10 વિદ્યાર્થિનીઓએ રાત્રે કઢી, ખીચડી. શાક અને રોટલીનું ભોજન આરોગ્યા બાદ ઝાડા-ઊલટી છતાં હોસ્પિટલમાં ખસેડીને ત્વરિત સારવાર શરૂ કરવામાં આવી હતી.
પાલનપુરમાં સરકારી નર્સરી કોલેજની 10 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓએ રાત્રે હોસ્ટેલમાં બટાકાનું શાક અને રોટલી, ખીચડી અને કઢીનું ભોજન આરોગ્યુ હતું. ત્યારબાદ તેમને ઝાડા-ઊલટી અને તાવ આવવાનો શરૂ થયો હતો. જેથી 10 વિદ્યાર્થિનીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે, 10માંથી એકની તબિયતમાં સુધારો થતા તેને હોસ્ટેલ ખાતે મોકલવામાં આવી હતી, જ્યારે 9 વિદ્યાર્થિનીઓની હોસ્પિટલ ખાતે સારવાર ચાલુ છે.
આ અંગે બનાસ મેડિકલ સુપરિટેન્ડન્ટ ડો. સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સરકારી નર્સિંગ કોલેજના સ્ટુડન્ટમાંથી 10 વિદ્યાર્થિનીને ફૂડ પોઈઝનિંગ થયું હતું. જેમાંથી 9 સ્ટુડન્ટને દાખલ કરવામાં આવી છે. એક સ્ટુડન્ટને સારુ હોવાથી તેમને ડિચાર્જ કરી છે. આ વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલની અંદર બટાકાનું શાક, રોટલી, ખીચડી અને કડી ખાધી હતી. ત્યારબાદ તેમને ઝાડા, ઊલટી અને ફીવર આવવાનું ચાલુ થયું હતું. અત્યારે 9 વિદ્યાર્થિનીઓની સારવાર આપવામાં આવી રહી. બધી વિદ્યાર્થિનીઓની તબીયત અત્યારે સારી છે, કોઈ સિરિયસ નથી.