Site icon Revoi.in

પાકિસ્તાનમાં કમરતોડ મોંઘવારીઃ ખાદ્યપદાર્થોના ભાવ આસમાને

Social Share

પાકિસ્તાનમાં પેટ્રોલ ડિઝલની કિંમતમાં  બે ગણો વઘારો કર્યા પછી હવે મોંઘવારીએ રેકોર્ડ તોડ્યો છે,પાછલા જુલાઈ માસમાં મોંધવારીનો દર 10 ટકાથી પણ વધુ થઈ ગયો છે જેના કારણે લોકોને ભોજનની થાળીમાં દાળ-સબજી નસીબ નથી થઈ રહ્યા, જો કે ચીકન અને કાંદાના ભાવ ઓછા જોવા મળ્યા છે.

પાકિસ્તાનમાં સંખ્યાત્મક કાર્યાલય મારફત રજુ કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે  મોંઘવારીનો દર વધીને 10.3 ટકા થયો છે જે જુન મહિનામાં માત્ર 8.9 ટકા હતો ,ત્યારે પાછલા વર્ષના જુલાઈ માસમાં 5.8 ટકા હતો,પટ્રોલ,ડીઝલ કેરોસીન અને વિજળીની કિંમતોમાં દિવસેને દિવસે વધારો થયા મોંઘવારીમાં ઉછાળો નોંધાયો છે જ્યારે  પહેલા નવેમ્બર 2013માં મોંઘવારીનો દર 10.9 નો આંકડો થયો હતો, સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાને મોંઘવારીનો દર 11 થી 12 ટકા સુધી થવાનો અંદાજો લગાવ્યો છે

પાકિસ્તાનની ગૃહિણીઓ પર મોંઘવારીનો મોટો માર પડ્યો છે જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોળવાયું છે.અનેક પ્રકારના શાકભાજી અને દાળ કઠોરના ભાવ સાતમાં આસમાને નોંધાયા છે જેને લઈને ગરીબ લોકોની ભોજન થાળી અઘુરીજ રહી જશે ,તે ઉપરાંત ભાડાનું ઘર લેવું , કપડાની ખરીદી કરવી કે ગેસની બોટલ લેવી પણ ભારે પડશે કારણ કે આ દરેક ચીજ વસ્તોના ભાવ વધી ચુક્યા છે. વધતી જતી મોંઘવારી પાકિસ્તાનની જનતા માટે ચિંતાનો વિષય છે.