Site icon Revoi.in

ખાદ્ય ચીજ-વસ્તુઓમાં ફેટને લઈને ફુડ સેફટી ઓથોરીટીએ ચિંતા વ્યક્ત કરી –  ટ્રાન્‍સ ફેટી એસીડઝ ઘટાડવા અંગેના આદેશ જારી કર્યા

Social Share

દિલ્હીઃ-આજના ફાસ્ટ જીવનમાં આપણે ફાસ્ટ ફૂડ ખાતા થયા છે,અનેક બ્રેડ વાળી વસ્તુઓ ખાઈને આપણા આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે, જેને લઈને હાર્ટ એટેક, મેદસ્વીતાપણું જેવા અનેક રોગોથી મૃ્તયુ દરમાં વધારો થી રહ્યો છે, આ બાબતે  ફુડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્‍ડિયા દ્વારા જાન્‍યુઆરી ૨૦૨૨ સુધીમાં આ પ્રકારના તમામ ખાદ્ય પદાર્થોમાંથી ર ટકા ટ્રાન્‍સ ફેટી એસીડઝ ઘટાડવા અંગેના  આદેશ જારી કર્યા છે.

આ સમગ્ર બાબતે રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના વડા અને માજી સાંસદ તેમજ તાજેતરમાં જ ‘ઇટ રાઇટ’ સમિતિમાં નિયૂક્ત થયેલા શ્રીમતી રમાબેન માવાણીએ એક યાદી જારી કરી હતી જેમાં જણાવ્‍યુ છે કે વધારે પડતા ચરબીયુકત ચીજ વસ્તપઓનો ઉપયોગ જોખમકારક રોગ જેવાકે હ્દયરોગને નોતરુ આપે છે.હાર્ટ માટે આ પ્રકારનું જોખમ જાનવેલા છે.

કેન્‍દ્ર સરકારના વર્ષ ૨૦૧૭ ના જો આકડાઓ જોઈએ તો, દેશમાં હ્દયરોગ અને તેનાથી થતા મૃત્‍યુનો આંકડો વધી રહ્યો છે દેશ સાથે સાથે સમગ્ર વિશ્વમાં પણ આ સમસ્યાઓ સર્જાઈ રહી છે,ભારત દેશમાં દર વર્ષે ૧૫ લાખ લોકો હાર્ટને લગતી બિમારીથી મોતને ભેટી રહ્યા છે,આપણે ત્‍યાં આજે 5 ટકા ચરબીયુકત પદાર્થોનું સેવન કરવામાં આવી રહ્યું છે, જે જોખમી સાબિત થઈ રહ્યું છે.

ઔદ્યોગીક રીતે ઉત્‍પાદન થતા ટ્રાન્‍સ ફેટી એસીડઝમાં ઝેરીલા પ્રદાર્થો હોય છે

એશીયાના અગ્રણી ડો. નરેશ ત્રેહાન કાર્ડીયોલોજીસ્‍ટ ન્‍યુ દિલ્‍હીના જણાવ્યા અનુસાર ઔદ્યોગીક રીતે ઉત્‍પાદન થતા ટ્રાન્‍સ ફેટી એસીડઝમાં ઝેરીલા પ્રદાર્થોનું પ્રમાણ સમાયેલું હોય છે. જે આપણી ધમનીઓને બ્‍લોક કરે છે. કોલેસ્‍ટ્રોલનું પ્રમાણ વધારે છે. પરિણામે આવા ચરબીયુકત ખોરાક ગ્રહણ કરનાર હ્દયરોગી બનીને મોતને પણ ભેટે છે.

વિશ્વ આરોગ્‍ય સંસ્‍થાએ વૈશ્વીક સ્‍તરે ચરબીયુકત પદાર્થો સને ૨૦૨૩ સુધી નાબુદ કરવાનું ખાસ અભિયાન ચલાવી રહી છે. આ નીતિ પ્રમાણે દરેક ખાદ્ય પદાર્થમાં 2 ટકાથી ઓછા ચરબીયુકત પદાર્થ હોવા જોઇએ. ફુડ સેફટીના નવા નિયમો પ્રમાણે આવનાર સમયમાં ટ્રાન્‍સફેટનો દર બધા જ ખાદ્ય પદાર્થોમાં વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા દ્વારા સુચવવામાં આવેલ માપમાં થશે.આ અંગેના આદેશ જારી કરવામાં આવશે.

સાહિન-