Site icon Revoi.in

ફૂટબોલ:2 દિવસ પછી ફરી ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો,જાણો ક્યાં યોજાશે મુકાબલો

Social Share

દિલ્હી:ખેલ જગતમાં આ સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો છવાયેલો છે.ક્રિકેટના મેદાન પર બંને ટીમો એશિયા કપ 2022માં બે વખત સામસામે આવી ચુકી છે.ભારત પ્રથમ વખત અને પાકિસ્તાન બીજી વખત જીત્યું હતું.ભારત હવે 2 દિવસ પછી ફરી પાકિસ્તાનનો સામનો કરવા માટે તૈયાર છે, પરંતુ આ વખતે મેદાન ક્રિકેટનું નહીં પરંતુ ફૂટબોલનું હશે અને ભારતીય મહિલા ટીમ મેદાનમાં ઉતરશે.

સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન ગેમ્સ 6 સપ્ટેમ્બરથી નેપાળમાં શરૂ થશે. આ છઠ્ઠી સિઝન હશે. ભારતે અત્યાર સુધી છેલ્લી પાંચ સિઝન જીતી છે. SAFF ગેમ્સમાં 7 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે ટકરાશે.

આ પહેલા ભારત અને પાકિસ્તાનની મહિલા ફૂટબોલ ટીમ બે વખત સામસામે આવી હતી અને બંને વખત ભારતે એકતરફી જીત મેળવી હતી.

2010 માં, બાંગ્લાદેશમાં દક્ષિણ એશિયન ગેમ્સમાં ભારતે પાકિસ્તાનને 6-0થી હરાવ્યું, જ્યાં બેમબેમ દેવીએ ત્રણ ગોલ કર્યા.આ પછી 2010માં જ SAFF ચેમ્પિયનશિપમાં ભારતે પાકિસ્તાનને 8-0ના અંતરથી હરાવ્યું હતું. આ મેચમાં બાલા દેવીએ સૌથી વધુ 3 ગોલ કર્યા હતા.