Site icon Revoi.in

ફૂટબોલ: ત્રણ જાણીતા કોચનું એકસાથે રાજીનામું, જાણો શું છે કારણો

Social Share

મણિપુરઃ ફૂટબોલ આમ તો ભારતમાં એટલી પ્રિય ગેમ નથી પણ આ જોવા જઈએ તો ભારતમાં એક મોટો વર્ગ એવો પણ છે કે જે ફૂટબોલને વધારે જોવે છે પસંદ પણ કરે છે. ફૂટબોલની રમતમાં રસ ધરાવતા લોકો માટે ચોંકી જાય તેવા સમાચાર છે કે ફૂટબોલની ટીમના ત્રણ કોચએ એક સાથે રાજીનામાં આપી દીધા છે.

સિરી એ ટાઇટલ જીતવા છતાં પણ ઇન્ટર મિલાન ક્લબના કોચ એન્ટોનિયો કોન્ટ ક્લબથી છૂટા પડી ગયા છે. ક્લબને બે દાયકા પછી પહેલી વખત ટાઇટલ જીતાડવા છતાં પણ તેમણે હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું છે. કોન્ટે ક્લબ દ્વારા ટ્રાન્સફર વિન્ડોનો ઉપયોગ કરીને ખેલાડીને નાણાકીય ક્ષમતાની મર્યાદિતતાના કારણે વેચી દેવા પડયા હતા.

રીયલ મેડ્રિડનો એટ્લેટિકો મેડ્રિડના હાથે પરાજય થયાના પાંચ દિવસમાં ઝિનેદિન ઝિડાને કોચ પદેથી રાજીનામુ આપી દીધું છે. ૨૦૧૬થી કોચ તરીકેના બે વખતના કાર્યકાળ દરમિયાન ઝિડાન રીયલને બે લીગ ટાઇટલ અને ત્રણ ચેમ્પિયન્સ લીગ ટાઇટલ જીતાડયા હતા. ઝિનેદિન ઝિડાન રીયલ મેડ્રિડ માટે ઘણો શાનદાર કોચ પુરવાર થયો છે.

યુવેન્ટસે તેના કોચ એન્ડ્રિયા પિર્લોની હકાલપટ્ટી કરી છે અને તેના સ્થાને ભૂતપૂર્વ મેનેજર મેસીમિલાનો એલિગ્રીની નિમણૂક કરી છે. ગયા વર્ષે કોચ તરીકે નિમાયેલા પિર્લો પાસે કોચિંગનો કોઈ અનુભવ ન હતો. તેના કોચિંગ હેઠળ યુવેન્ટસ  ચોથા સ્થાને આવ્યું હતું અને તેમા તેણે સળંગ નવ વિજય મેળવ્યા હતા.

જો કે મહત્વની વાત એ છે કે ભારતમાં પણ ધીમે ધીમે ફૂટબોલની રમત વધારે પ્રિય બની રહી છે અને કેટલાક માતા પિતા તો તેમના બાળકોને ફૂટબોલના ક્લબમાં પણ જોઈન કરે છે. તે વાતામાં કોઈ શંકા નથી કે ભારતમાં રહીને ફૂટબોલમાં ભવિષ્ય બનાવવુ થોડુ મુશ્કેલ છે પરંતુ આગામી સમયમાં ફૂટબોલ ભારતની વધારે લોકપ્રિય રમત બને તો પણ કાંઈ નવાઈ નથી.