Site icon Revoi.in

ધોલેરા-ભીમાનાથ ૨૩.૩૩ કિલોમિટર નવી બ્રોડગેજ રેલ્વે લાઇન પ્રોજેક્ટ માટે રૂ. ૪૬૬ કરોડની ફાળવણી

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે ધોલેરા-ભીમાનાથ (લોજિસ્ટીક હબ) નવી બ્રોડગેજ રેલ્વે લાઇન પ્રોજેક્ટ માટે રૂ. ૪૬૬ કરોડ મંજૂર કર્યા છે, તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રી અને રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવનો હૃદય પૂર્વક અભાર વ્યક્ત કર્યો છે. ધોલેરા ભીમાનાથ વચ્ચે ૨૩.૩૩ કિલોમીટરની આ નવી બ્રોડગેજ રેલ્વે લાઇનના પરિણામે ધોલેરાને સીધી રેલ્વે કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે.એટલું જ નહીં દિલ્હી – મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ ફ્રેટ કોરિડોર સાથે ધોઇલેરાને કનેક્ટિવિટી સુલભ થશે.

આ રેલ્વે પ્રોજેક્ટ પૂર્ણ થતા ભવિષ્યમાં ધોલેરા SIRના ઉદ્યોગો માટે ફિનિશ્ડ પ્રોડક્ટ્સ અને રૉ-મટિરિયલના આવાગમન માટે પણ ઝડપી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝનથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આશરે ૯૨૦ ચોરસ કી.મી.નો ધોલેરા SIR ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ રિજિયન અને સ્માર્ટ સિટી છે.

આગામી થોડા વર્ષોમાં ધોલેરા SIR, ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી આવશે ત્યારે આ બ્રોડગેજ રેલ્વે લાઇન પ્રોજેક્ટ પણ તેમાં મહત્વપૂર્ણ બની રહેશે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, ધોલેરા SIR એ ઇન્ટરનેશલલ એરપોર્ટ, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે અને હવે આ ધોલેરા-ભીમાનાથ નવી બ્રોડગેજ રેલ્વે લાઇન સહિતની સંપૂર્ણ કનેક્ટિવીટી સાથે DMIC નો નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતો અભિન્ન હિસ્સો બનશે.