Site icon Revoi.in

ડાયાબિટીસના દર્દીઓ માટે ખિચડી-ભાતની જગ્યા એ બેસ્ટ ઓપ્શન છે ઘંઉના ફાળાની થુલી

Social Share

ઘઉં આરોગ્ય માટે ગુણકારી છે તે જ રીતે ઘઉંના ફાડા પણ ખૂબજ હેલ્ધી છે, ઉપરાંત આ ફૂડ ખૂબ જ ન્યુટ્રિશનય યુક્ત હોય છે. વજન ઉતારવાથી લઈને ડાઇજેશન અને કબજીયાતમાં ખૂબ જ સાબિત થાય છે.આ સાથે જ જે સુગરના દર્દીઓ છે તે ચોખા ખાઈ શકતા નથી તેઓ ખિચડી ભાત ખાવાનું પસંદ છે તો તેવી સ્થિતિમાં આ લોકો થુલી બનાવીને શાક કઢી સાથે ખાી શકે છે,તેનાથી સુગર વધશે નહી.

વેઈટ સોલ માટે થૂલીનો કરો ઉપયોગ

જો તમે વજન ઉતારવા માંગતા હોવ તો તમારે તામારા ખોરાકમાં થૂલીનો સમાવેશ કરવો જોઈએ,રોજ એક બાઉલ ઘઉંના ફાડાની ખીચડી અથવા બીજી વાનગી ખાવાથી વજન ઉતરે છે. ઘઉંના ફાડામાં ફાઈબર ભરપુર હોય છે,જેથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી જેથી વજન ઉતારવામાં મદદ મળે છે. આ સાથે જ તેમાં કેલેરી પણ ઓછી હોવાના કારણે બોડીમાં કાર્બ ઓછો જમા થાય છે.

ડાયાબિડીસમાં ખૂબ ગુણકારી

જે લોકો શુગરના દર્દીઓ છે તેમણે ભાત કે ખિચડી ખાવાને બગલે થુલીની ખિચડી ખાવી જોઈએ જેનાથી સુગર કંટ્રોલમાં રહે છે, સુગર વધવાનો ડર રહેતો નથી અને પેટ પણ ભરાય છે,ઘઉંના ફાડામાં જટીલ કાર્બોહાઈડ્રેડ હોય છે અને ગ્લાયસેમિક ઇન્ડેક્સામં લો હોવાના કારણે તમારા બ્લડમાં ગ્લુકોઝની માત્રાને નિયંત્રીત કરે છે. જેથી બ્લડ શુગર મેન્ટેઇન થાય છે.

જીમ કરતા લોકો માટે ખૂખ ફાયદો કરે છે થૂલી

થૂલી કે ઘઉંના ફાડા તમને સિક્સ પેક બનાવવામાં ખૂબ મદદરુપ થશે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટિન, મિનરલ્સ અને વિટામીન્સ હોય છે. જે તમારા બોડીમાં મસલ્સ માસ વધારે છે અને તમારા વર્કઆઉટની અસર જલ્દી દેખાવામાં મદદ કરે છે.

પેટને સાફ રાખે છે

ઘઉંના ફાડા હકીકતમાં ઘઉના ફોતરામાંથી બને છે. જેના કારણે તેમાં ફાઈબરની માત્રા ખૂબ વધુ પ્રમાણમાં હોય છે. જેનું સેવન તમારા આંતરડાને સાફ કરે છે કારણ કે તેનાથી  કબજીયાત દૂર થાય  છે. આ માટે થુલીને દૂધ સાથે મિક્સ કરીને બનાવીને ખાવી જોઈએ