પૂર્ણિમાંના પાંચ દિવસ યાત્રીઓ તાજમહેલના રાત્રી દીદાર નહી કરી શકે
- રમઝાનમાં યાત્રીઓ રાત્રે તાજના દીદાર નહી કરી શકે
- એક મહિના માટે રાત્રે તાજમહેલ યાત્રીઓ માટે બંઘ
આગ્રાઃ- દેશની સાતમી અજાયબી ગણાતા તાજમહેલને તાર્તે નિહાળવા માટે અનેક પ્રવાસીઓ આવતા હોય છે કારણ કે ચાંદની રાતમાં તાજમહેલ જોવાનો નઝારો ખૂબ જ સુંદર હોય છે.જો કે હવે તાર્તીમાં આ નઝારો જોવા માટે એક મહિના માટે પ્રવાસી ઓએ રાહ જોવી પડશે.
તાજમહેલ પૂર્ણિમાના પાંચ દિવસ સુધી રાત્રે પ્રવાસીઓ માટે બંધ રહેશે. તાજમહેલ માત્ર તરાવીહની નમાઝ પઢવા ત્રણ કલાક માટે ખોલવામાં આવશે. રાત્રે, આ સાથે જ જાણીતા લોકોને પૂર્વ દરવાજાથી સ્મારકમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી છે. જો કે, પ્રવાસીઓ યમુના પાર મહતાબ બાગ સ્થિત તાજ વ્યુ પોઈન્ટ પરથી તાજમહેલ જોઈ શકશે.
ઉલ્લેખનીય છે કે ચાંદની રાતમાં તાજમહેલની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. તાજના મોઝેકમાં જડેલા કિંમતી રંગીન પથ્થરો પર જ્યારે ચંદ્રનો પ્રકાશ ચોક્કસ ખૂણા પર પડે છે, ત્યારે તે ચમકવા લાગે છે. આ પત્થરો તાજના મુખ્ય ગુંબજના માર્બલ પ્લેટફોર્મ પરથી ચમકતા જોવા મળે છે. તેને જોવા માટે પ્રવાસીઓમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. રમઝાન મહિનામાં તાજનો આ અદ્ભુત નજારો પ્રવાસીઓ જોઈ શકશે નહીં.
આ સાથે જ એપ્રિલની 16 તારીખથી પૂર્ણિમા છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પૂર્ણિમાના અવસર પર મહિનામાં પાંચ દિવસ તાજરાત્રીના દર્શન થાય છે. તે પૂર્ણિમાના બે દિવસ પહેલા શરૂ થાય છે અને પૂર્ણિમાના બે દિવસ પછી તાજ રાત્રીના દર્શન થાય છે. પરંતુ રમઝાનના કારણે આ વખતે તાજમહેલ રાત્રે પ્રવાસીઓ માટે બંધ રહેશે.