વિટામિન ડી ની ઉણપના કેટલા દિવસ સુધી દવા લેવી જોઈએ, જાણો….
વિટામિન ડી આપણા હાડકાંઓને મજબૂત અને સ્વસ્થ રાખે છે. જો આપણા શરીરમાં વિટામિન ડી ની ઉણપ થઈ જાય તો ડોક્ટર આપણને તેની દવા આપે છે. હવે વિસ્તૃતમાં આની જાણકારી મેળવીએ.
વિટામિન ડી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. આજકાલ લોકોમાં તેની ઉણપ મોટા પ્રમાણમાં પ્રસરેલી છે. જેનું મુખ્ય કારણ સુર્યના કિરણો ના લેવા તથા આપણા ખાનપાન મોટી માત્રામાં જવાબદાર છે. જેને કારણે ડોક્ટરો વિટામિન ડી ની ગોળીઓ આપે છે. પરંતુ સવાલ એ થાય છે કે આપણે આ ગોળીઓ કયા સુધી લેવી જોઈએ ?
કેટલા દિવસ સુધી દવા લેવી જરૂરી છે ?
વિટામિન ડી ની ઉણપને દૂર કરવા માટે દવાનો ટાઈમ ઘણા ફેક્ટર્સ પર નિર્ભર કરે છે. જેમકે તમારા ઉણપની માત્રા, તમારી ઉમર, તમારા શરીરની વ્યવસ્થા. ડોક્ટર 8 થી 12 અઠવાડિયા સુધી હાઇડોઝ આપે છે. આ ડોઝ ટેબલેટ અથવા તો લિક્વિડફૉર્મમાં પણ હોય શકે છે.
ડૉક્ટરની સલાહનું મહત્વ;
દરેક વ્યક્તિની બોડી અલગ હોય છે એટલે જરૂરી છે કે ડોક્ટરની સલાહ પ્રમાણે જ દવા લેવી જોઈએ. ડોક્ટર તમારા બ્લડરિપોર્ટના આધારે તમને વ્યવસ્થિત ડોઝ આપે છે, અને તેનો સમય પણ નિર્ધારિત કરે છે.
વિટામિન ડી ની દવાઓ લીધા પછી પણ આ વાતોનું દયાન રાખો.;
દવાની સમય મર્યાદા પૂરી થયા પછી પણ તમારી ડાયટ અને જીવનશૈલી પર દયાન આપવું જોઈએ. ખાસ કરીને સવારે તડકે બેસવું જોઈએ આ વિટામિન ડી નો કુદરતી સ્ત્રોત છે. તદુપરાંત તમારું ખાનપાન પણ.
ચેકકપ કરાવવું;
વિટામિન ડી ની ઉણપ દૂર થયા પછી પણ ડોક્ટરની સલાહ પ્રમાણે નિયમિત રીતે ચેકઅપ કરાવવું જોઈએ. ડોક્ટરની સલાહ પ્રમાણે વર્તવું જોઈએ. સાવધાન રહેવું જોઈએ. વિટામિન ડી ની ઉણપએ સામાન્ય પ્રક્રિયા છે પણ તેના પર દયાનના આપવામાં આવે તો તેના ગંભીર પરિણામ આવી શકે છે.
#VitaminD#BoneHealth#VitaminDSupplement#HealthTips#DoctorAdvice#HealthyLifestyle#SunlightExposure#DietAndNutrition#VitaminDeficiency#Wellness#HealthCheck#PreventiveCare#Supplements#BoneStrength#VitaminDDeficiency