- કિડનીને લગતા રોગમાં લસણનું સેવન ઉત્તમ
- પાણી પીવાનું ખૂબ રાખો
કિડની આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંથી એક ગણાય છે. તેના વિના, વ્યક્તિ જીવવાની કલ્પના પણ કરી શકતો નથી, કારણ કે માનવ શરીરની સરળ કામગીરી માટે, કિડની હોવી ખૂબ જરૂરી છે અને તે પણ સ્વસ્થ હોવી એટલી જ જરુરી છે, કિડની પર જો જરાપણ ખરાબ અસર પડે છે તો શરીરમાં અનેક રોગો પ્રવેશવાનું શરુ થાય છે.
કિડની શરીરમાંથી ઝેર દૂર કરવાનું કામ કરે છે. જો કે, આજના સમયમાં, લોકોની ખરાબ જીવનશૈલી અને નબળા આહારને કારણે, કિડની નિષ્ફળતાની સમસ્યા ઘણી વધી ગઈ છે. નિષ્ણાતો કહે છે કે જ્યારે કિડની લોહીમાંથી ઝેરને યોગ્ય રીતે અલગ કરી શકતી નથી અને શરીર ઝેરથી ભરાઈ જાય છે. આ જ કારણ છે કે કિડની નિષ્ફળતાનું જોખમ રહે છે ,તો ચાલો આજે જાણીએ કે આહારમાં કઈ વસ્તુઓ કિડનીને સ્વસ્થ રાખવામાં ફાયદા કારક સાબિત થાય છે.
પાણી
પાણી દરેક સમસ્યાનો રામબાણ ઈલાજ છે એમ કહીએ તો કંઈજ ખોટૂ નથી, જેટલું પાણી વધારે પીશો તેટલા જ બિમારીથી દૂર રહેશો, પાણીની જરુરીતા કિડની માટે ખૂબજ એનિવાર્ય ગણવામાં આવે છે.શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ પૂરતું પાણી પીવું જરૂરી છે. તે કિડની માટે સૌથી મહત્વપૂર્ણ છે. જો તમે પાણી પીશો, તો કિડનીને શરીરમાંથી ઝેર દૂર કરવામાં મુશ્કેલી નહીં પડે, જેના કારણે કિડનીની સાથે શરીર પણ સ્વસ્થ રહેશે.આ સાથે જ શરીરમાં ગોરનો પ્પવેશ પણ અટકશે, સમગ્ર દિવસ દરમિયાન પુશ્કળ પાણી પીવું જોઈએ જેનાથી ખૂબ ફાયદો થાય છે.
લસણ
લસણ ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેથી જ તેને ‘કુદરતી એન્ટિબાયોટિક’ પણ કહેવામાં આવે છે. લસણ ખાવાના ઘણા ફાયદા છે. તેને હૃદયના સ્વાસ્થ્ય માટે સારો આહાર માનવામાં આવે છે, તેની સાથએ સાથે તે કિડની માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેના નિયમિત સેવનથી કિડનીના રોગોથી બચી શકાય છે.
ડુંગળી
લસણની જેમ ડુંગળી પણ કિડની માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ ગુણો કિડનીને રોગોથી દૂર રાખવામાં મદદ કરે છે. આ સિવાય ડુંગળી હૃદય માટે પણ સારી માનવામાં આવે છે. દરરોજ તેનું સેવન કરવાથી હૃદયરોગનું જોખમ ઘટાડવામાં મદદ મળી શકે છે.
શક્કરીયા
શક્કરીયામાં પોટેશિયમની માત્રા મોટા પપ્રમાણમાં જોવા મળે છે. તે શરીરમાં સોડિયમના સ્તરને સંતુલિત કરવામાં અને કિડની પર તેની અસર ઘટાડવામાં મદદ કરે છે. આ કિડનીના રોગોનું જોખમ ઘટાડે છે. આ સિવાય તેને પાચન તંત્ર માટે પણ સારું માનવામાં આવે છે.