- પીએમ મોદી માટે પાપુઆ ન્યૂગિની પોતાની જૂની પરંપરા તોડશે
- સુર્યાસ્ત બાદ અહી નેતાનું સ્વાગત થતું નથી
- જો કે પીએમ મોદીનું અહી સ્વાગત કરાશે
દિલ્હીઃ- ાજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાપપાનની ત્રણ દિવસની યાત્રા પૂર્ણ થી રહી છએ ત્યારે હવે પીએમ મોદી પાપુઆ ન્યૂગિની માટે રવાના થઈ રહ્યા છએ જો કે મહત્વની વાત એ છે કે પીએમ મોદીની જે રીતે લોકપ્રિયતો વિદેશમાં પણ વધતી રહી છે તેની એક ઝલક અહી પણ જોવા મળશે, જી હા પાપુઆ ન્યૂગિની પીએમ મોદીના સ્વાગત માટે પોતાનો વર્ષો જૂનો રિતીરિવાજને નેવે મૂકશે તો ચાલો જાણીએ આ રિવાજ શું છે.
હાલ પણ પીએમ મોદીની ચાલુ વિદેશ યાત્રા ચાલુ જ છે, જે તેમના માટે ઘણા દુર્લભ સન્માનો જોઈ ચૂકી છે, તે ભારતીય સંસ્કૃતિને પ્રદર્શિત કરવાની તકમાં ફેરવાઈ ગઈ છે. જાપાનમાં પીએમ મોદીએ હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું, જે શાંતિ અને અહિંસાના ભારતીય મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે.
હવે પીએમ મોદી પાપુઆ ન્યુ ગિની પહોંચી રહ્યા છે. આ માટે પાપુઆ ન્યુ ગિની સરકાર પોતાની પરંપરા તોડીને પીએમ મોદીનું સ્વાગત કરશે. જાણકારી અનુસાર આજે એરપોર્ટ પર પાપુઆ ન્યૂ ગિનીના વડાપ્રધાન જેમ્સ મરાપે પીએમ મોદીનું સ્વાગત કરશે.
જો કે વાત એવી છે કે પ્રશાંત મહાસાગરમાં સ્થિત આ ટાપુ દેશ રાત્રે રાજ્યના સન્માન સાથે વિદેશી મહેમાનોને આવકારતો નથી તેઓ સુર્યાસ્ત બાદ ક્આરેય કોઈ વિદેશી મહેમાનની ઔપચારિક રીતે પણ સ્વાગત કરતા નથી જો કે પીએમ મોદી માટે આ પરંપરા ભૂલવામાં આવશે. ભારતના મહત્વ અને વૈશ્વિક મંચ પર પીએમ મોદીની વધતી વિશ્વસનીયતાને ધ્યાનમાં રાખીને ત્યાંની સરકારે આ નિર્ણય લીધો છે.સુર્યાસ્ત બાદ પણ અહી ભારતના પીએમનું ભવ્યસ્વાગત કરવામાં આવશે.
ટે પપુઆ ન્યુ ગિની સરકાર દ્વારા પીએમ મોદી માટે આ વિશેષ અપવાદ કરવામાં આવી રહ્યો છે અને તેમનું સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે સ્વાગત કરવામાં આવશે. પીએમ મોદી માટે આ દેશ તે પરંપરા તોડવા જઈ રહ્યો છે.જેનાન પરથી એક અંદાજો આપણે આપણી વડા પ્રઘાનની લોકતપ્રિયતા માટે લગાવી શકીએ છીએ,માત્ર ભઆરતના જ લોકો નહી વિદેશની ઘરતી પર પણ પીએમ મોદીનો દબદબો રહ્યો છે.તે આજે સાબિત થશે.કોઈ દેશ પીએમ મોદી માટે પોતાની જૂની પરંપરાને ભૂલીને તેમનું સ્વાગત કરવા જઈ રહ્યો છે જે પોતાનામાં એક ઈતિહાસ સાબિત થશે.