ઉનાળામાં સ્કિનની માવજત માટે મલાઈ ,બેસન સહીતની આટલી વસ્તુઓનો આ રીતે ત્વચા પર કરો ઉપયોગ
- મલાઈના યૂઝથી ચહેરા પર આવે છે નિખાર
- સુંદરતા માટે મલાઈનોકરો ઉપયોગ
મહિલાઓ પોતાના ચહેરાની સ્કિનની માવજત ખૂબજ કરતી હોય છે, તેના માટે તેઓ પાર્લરનો અઢળક ખર્ચ કરતી હોય,જો કે ઘણી વખત બિઝી લાઈફમાં આપણે પાર્લરમાં જવાનું સમયના અભાવે ટાળતા હોય છે ત્યારે આવા સમયે ઘરે રહેલી મલાઈનો ઉપયોગ કરીને તમે તમારા ચહેરાની સુંદરતાને વધુ સુંદર બવાની શકો છો, આ સાથે જ તમારી ત્વચા પર નિખાર લાવી શકો છો.
મલાઈ સામાન્ય રીતે દરેક ઘરમાં દૂધને ગરમ કરીને જ ફ્રીજમાં રાખવામાં આવતું હોય છે અને તેના ઉપય જામેલી તરને આપણે મલાઈ તરીકે ઓળખીએ છે, જે ખાવામાં તથા અનેક વાનગીઓ બનાવવાની સાથે સાથે ત્વચાને પણ નિખારે છે, તેના ઉપયોગથી આપણી સ્કિન સૂવાળી અને કોમળ બને છે,મલાઈ એક નેચરલ મોશ્ચોરાઈઝર છે જે આપણી સ્કિનને કોમળ બનાવવામાં ફએરનેસ ક્રીમની જેમ કામ કરે છે.
જાણો ત્વચા સંબધી નલાઈના ઉપયોગના ફાયદાઓ
- મલાઈમાં ખાસ કરીને લેક્ટિક એસ્ડ રહેલું હોય છે જે આપણી ત્વચા પર રહેલા ટેનિંગને દૂર કરવામાં કારગાર સાબિત થાય છે,આ સાથે જ તે ત્વચાનો નિખાર બરકરાર રાખે છે.
- મલાઈ દરેક પ્રકારની ત્વચા માટે મોશ્ચોરાઈઝર તરીકે કાર્ય કરે છે,ચહેરા પર મહિનામાં 5 થી 6 વખત મલાઈનું સ્ક્રબ કરવાથી ત્વચા મુલાયમ બને છે.
- મલાઈનો ચહેરા પર મસાજ કરવાથી ખરાબ ત્વચાના છિદ્દો દૂર થાય છે અને ત્વચા હેલ્ધી બને છે
- મલાઈ અને મધને મિક્સ કરીને તેની પેસ્ટને ચહેરા પર અપલાઈ કરી 10 મિનિટ સુધી રહેવાદો ત્યાર બાદ તેને ઠંડા પાણી વડે ધોઈલો આમ કરવાથી ચહેરાની સ્કીન સુવાળી બને છે, અને ફાટેલી ત્વચામામં રાહત મળે છે.
- મલાઈનો ચહેરા પર રોજ સવારે મસાજ કરવાથી ત્વચા ચમકીલી બને છે
- ચહેરા પર મલાઈ લગાવવાથી તમારી ત્વચાના મૃત કોષો દૂર થાય છે અને ચહેરો તાજગીભર્યો બને છે.
- બેસનમાં મલાઈ મિક્સ કરીને તેની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ચહેરો નિખાર લાવે છે.
- જે લોકોને લસતત ખીલ થતા હોય તેમણે બેસન અને મલાઈની પેસ્ટ તચહેરા પર લગાવીને રહેવા દેવી ત્યાર બાદ 15 નિમિચ પછી ચહેરો ઘોઈ લેવો આમ કરવાથી ખીલની સમસ્યામાં રાહત મળે છે,ખીલ થતા અટકે છે