Site icon Revoi.in

લોકસભા-રાજ્યસભામાં સતત પાંચમા દિવસે મણિપુર મામલે વિપક્ષનો હંગામો, રાજ્યસભામાં શોર્ટ ડ્યુરેશન ચર્ચાનો પ્રસ્તાવ મંજુર

Social Share

નવી દિલ્હીઃ સંસદમાં ચોમાસુ સત્રના પાંચમા દિવસે પણ મણિપુર હિંસા મામલે વિપક્ષે હંગામો મચાવ્યો હતો. મણિપુર મામલે કોંગ્રેસ અને બીઆરએસએ અલગ-અલગ રીતે સરકારની સામે અશ્વાસના પ્રસ્તાવ લોકસભાના સ્પીકર ઓમ બિરવલાએ સ્વીકારી લોધી છે. આ અંગે વિગતવાર ચર્ચા કરવા માટે તારીખ જાહેર કરવામાં આવશે. બીજી તરફ લોકસભામાં વિપક્ષે મણિપુર ચર્ચા મામલે સદનમાં પીએમ મોદીની ઉપસ્થિતિની માંગણી સાથે સુત્રોચ્ચાર કર્યાં હતા. દરમિયાન લોકસભાની કામગીરી બપોરના 2 કલાક સુધી સ્થિગિત કરાઈ હતી.

લોકસભા ઉપરાંત રાજ્યસભામાં પણ વિપક્ષે મણિપુર મામલે હંગામો મચાવ્યો હતો. રાજ્યસભાના ચેરમેને જણાવ્યું હતું કે, મણિપુર મુદ્દા ઉપર શોર્ટ ડ્યુરેશન ચર્ચાનો પ્રસ્તાવ મંજુર કર્યો છે. દરમિયાન ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, હવે નક્કી થઈ ગયું છે તો પછી હંગામો શુ કામ કરવામાં આવે છે ? રાજ્યસભાના ચેરમને કહ્યું કે, મણિપુર અંગે ચર્ચાનો સમય જલ્દીથી નક્કી કરવામાં આવશે. લોકસભા અને રાજ્યસભામાં પાંચમા દિવસે કાર્યવાહી શરૂ થતાની સાથે જ વિપક્ષે મણિપુર હિંસા મામલે હંગામો મચાવ્યો હતો. જેથી બપોરના 12 કલાક સુધી બંને સદનની કાર્યવાહી સ્થિગિત કરવામાં આવી હતી. સવારે રાજ્યસભામાં કાર્યવાહી શરૂ થતાની સાથે જ સભ્યોએ કારગીલ દિવસ અને જવાનોને નમન કર્યું હતું. જે બાદ મણિપુર મામલે સંસદમાં હંગામો શરૂ થયો છે.

દરમિયાન આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે જણાવ્યું હતું કે, મણિપુરની હાલત ગંભીર થઈ ગઈ છે. દિલ્હીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. કદાચ મણિપુર ઘટના ઉપર ભગવાન પણ રોઈ રહ્યાં હશે. મારો માત્ર એક જ સવાલ છે કે, મણિપુર ઘટના અંગે પીએમ કેમ કંઈ બોલતા નથી.