- પેટ્રોલ ડિઝલના ભાવ આસમાને
- આજે સત પાંચમાં દિવસે ભાવમાં વધારો ઝિંકાયો
દિલ્હીઃ- છેલ્લા કેટલાય દિવસોથી દેશભરમાં ઈંધણોના ભાવ વધતા જોવા મળી રહ્યા છે, એક બાજપ દેશનો મહાન પર્વ દિવાળી આવી રહ્યો છે તે બીજી તરફ પેટ્રોલ જિઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, સતત વધતા જતા ભાવે 100 રુપિયાને પાર પેટોર્લ પહોંચાડ્યું છે જેને લઈને સામાન્ય લોકોની ચિંતાનો પારો પણ વધ્યો છે.ત્યારે આજ સતત પાંચમો દિવસ છે કે જ્યારે પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો થયેલો જોવા મળ્યો છે.
સમગ્ર દેશભરમાં ઈંધણના ભાવને લઈને ચર્ચાઓ જોરશોરમાં ચાલી રહી છે,વધતા ભાવો સામાન્ય જનતાની ચિંતા પણ વધારી રહ્યા છે, 100 રુપિયે પાર પહોંચેલા પેટ્રોલ ડિઝલથી સરકાર સામે સવાલો ઊભા કરી રહ્યા છે.
આજે સતત પાંચમાં દિવસે પેટ્રોલ અને ડીઝલ 35-35 પૈસા મોંઘુ થયેલું જોઈ શકાય છે. દિલ્હીમાં આજે એક લિટર પેટ્રોલની કિંમત 109.34 રૂપિયા અને એક લિટર ડીઝલની કિંમત 98.07 રૂપિયા પર પહોંચી ચૂકી છે.ત્યારે જૂદા જૂદા શહેરોમાં આ વધારો જોઈ શકાય છે.
જાણો દેશના જૂદા જૂદા મહાનગરોમાં પેટ્રોલ ડિઝલના ભાવો
દેશના મોટા મહાનગરોની જો વાત કરવામાં આવે તો કોલકાતામાં શહેરમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે આવી ચૂક્યા છે. પ્રચિ લિટર પેટ્રોલનો ભાવ 109.79 રૂપિયા અને ડીઝલની કિંમત 101.19 રૂપિયા પર પહોંચી ચૂકીછે.
છત્તીસગઢ અને મહારાષ્ટ્રની સરહદે આવેલા મધ્યપ્રદેશના છેલ્લા જિલ્લા બાલાઘાટમાં પેટ્રોલના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો છે. પ્રતિ લિટર પેટ્રોલની કિંમત 120.41 રૂપિયા છે, જ્યારે એક લિટર ડીઝલ માટે 109.67 રૂપિયા ચૂકવવા પડશે.આમ પેટ્રોલ હવે અનેક મહાનગરોમાં 100ને પાર વેચાઈ રહ્યું છે.
સપનાની નગરી અને આર્થિ હબ ગણતા શહેલર મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 115.15 રૂપિયા જોવા મળે છે. તે જ સમયે, એક લિટર ડીઝલ 106.23 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. બીજી તરફ દક્ષિણના રાજ્ય ચેન્નાઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 106.04 રૂપિયા છે. તે જ સમયે, એક લિટર ડીઝલ 102.25 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.