Site icon Revoi.in

RSSના શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં પહેલી વાર મહીલા મુખ્ય મહેમાન આમંત્રિત – સંઘના પ્રમખે કહ્યું ‘શુભકાર્ય માટે શક્તિ જરુરી’

Social Share

દિલ્હીઃ- દેશભરમાં આજે દશેરાનો તહેવાર મનાવાઈ રહ્યો છે, ત્યારે આજે દેશમાં શસ્ત્ર પૂજાનું પમ ખાસ મહત્વ રહેલું છેવિજયાદશમીના અવસર પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નો શસ્ત્ર પૂજન કાર્યક્રમ કરવામાં આવ્યો  છે,જો કે શસ્ત્ર પૂજનતો દર દશેરાના દિવસે થાય છે પરંતુ આ વર્ષનો આ કાર્યક્રમ કઈક ખાસ માનવામાં આવ્યો છે.

આ કાય્ક્રમમાં  આરએસએસના વડા મોહન ભાગવત થોડી જ વારમાં સ્વયંસેવકોને સંબોધિત કરશે. નાગપુર મુખ્યાલયમાં આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે  પહેલી વાર આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કોઈ મહિલાને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પછી પદ્મશ્રી સંતોષ યાદવ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર  રહ્યા છે. આ  મહિલા કે જેમણએ બે વાર માઉન્ટ એવરેસ્ટ સર  કરી દેશનું નામ રોશન કર્યું છે ત્યારે હવે આ નારી શક્તિને આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન બનાવાઈ છે.

ઉલ્લેખનીય છે કે  RSSની સ્થાપના 1925માં દશેરાના દિવસે થઈ હતી. સંઘની સ્થાપના ડૉ. કેશવ બલીરામ હેડગેવારે કરી હતી. તેના સ્થાપના દિવસના કાર્યક્રમમાં, સંઘ દેશભરમાં પાથ ચળવળના કાર્યક્રમોનું આયોજન કરે છે.આ સાથે જ આજના દિવસે દરવર્ષે શત્ત્ર પૂજન કરવામાં આવે છે જેમાં આ વખતે મુખ્ય મહેમાન મહિલા ને બનાવાયા છએ જે પ્રથમ વખત જોવા મળ્યું છે.